આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી:પાલનપુર ઠકકર બાપા છાત્રાલય ખાતે જિલ્લા કક્ષાનો લોકડાયરો યોજાયો

બનાસકાંઠા (પાલનપુર)16 દિવસ પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે આવેલ ઠકકર બાપા છાત્રાલયમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી પ્રેરિત જિલ્લા કક્ષાના લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા કલાકારોએ ડાયરાની રમઝટ બોલાવી હતી.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે આવેલ ઠકકર બાપા છાત્રાલયમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી પ્રેરિત જિલ્લા કક્ષાના લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રખ્યાત ગાયક કલ્પેશ દવે અને તેમના સાથી કલાકારો હર્ષદ પરમાર, દિનેશ બારોટ, પાયલ દવે હાજર રહી પોતાની કલાના કામણ પાથરી ડાયરાની રમઝટ બોલાવી હતી કાર્યક્રમમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી પ્રિતેશભાઈ સોની, જાગરણ મંચ સંયોજક અરવિંદભાઈ પંડ્યા, ઠકકર બાપા છાત્રાલય ઉપ્રમુખ આર.ડી.પરમાર, લોક સાહિત્યકાર ભાનુભાઇ ત્રિવેદી તેમજ કનુભાઈ દવે સહિત બહોળી સંખ્યામાં શ્રોતાગણ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...