છેતરપિંડીનો પ્રયાસ:પાલનપુરમાં જ્વેલર્સને ત્યાં ગીરવે મુકવા આવેલા દંપતીની સોનાની ચેન નકલી નીકળી

પાલનપુર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેપારીએ બીજા વેપારીને ચેન બતાવી પોલીસ બોલાવી દંપતીને પોલીસને સોંપ્યા

પાલનપુરમાં સોનાના વેપારીને ત્યાં સોનાની ચેન ગીરવે મુકવા રાજસ્થાનના દંપતીએ નકલી ચેન પધરાવતાં વેપારીએ પોલીસને બોલાવી દંપતીને પોલીસના હવાલે કર્યું હતું. પાલનપુર મીની અંબિકાનગરમાં રહેતા અને મોટી બજાર ચોકમાં સોનીનો ધંધો કરતા રમેશકુમાર લહેરચંદભાઈ કોઠારી પોતાની દુકાનમાં હાજર હતા.

દરમિયાન એક સ્ત્રી અને પુરુષ દુકાને આવેલ અને કહેવા લાગેલ કે અમે બંને જણા પતિ પત્ની છીએ પુરુષે જણાવ્યું કે,મારા મમ્મી હાલમાં ખૂબ જ બીમાર હોય તેમને હોસ્પિટલમાં દાખલ કરેલ છે તેમની સારવાર અર્થે અમદાવાદ જવાનું હોવાથી પૈસાની ખૂબ જ જરૂર છે જેથી હું તમારી પાસે સોનાની ચેન ગીરીવે મૂકીને પૈસા લેવા આવેલ છું અને બે ત્રણ મહિનામાં અમે તમને તમારા પૈસા પરત આપી અમારી સોનાની ચેન પરત લઈ જઈશું.

જેથી સોનાના વેપારીએ સોનાની ચેન પોતાના હાથમાં લઇ બિલ માગતા પતિ પત્નીએ બિલ આપ્યું હતું.જેથી સોનીએ કહ્યું કે હું તમને આ બંને સોનાની ચેનના રૂ.1.50 લાખ આપીશ તેવી વાત કરતા બંને જણ કહેવા લાગ્યા કે તમે અમને સોનાની ચેનના રૂ.1.60 લાખ આપો જેથી સોની વેપારીએ બાજુના વેપારીને પૂછવા જતા તેમણે જણાવ્યું કે આ સોનાની ચેન ખોટી છે જેથી સોની વેપારીએ પોલીસને જાણ કરી બંનેને પોલીસને હવાલે કર્યા હતા.

પોલીસે બંનેના નામ પૂછતા પુરુષે તેનું નામ જીતેન્દ્રસિંહ જયસિંહ સોલંકી (હાલ રહે. સ્વરૂપગંજ બાલાજીનગર તા. પિંડવાડા, જિ.શિરોહી, મૂળ રહે બ્રહ્મપુરી વાટેલા જિ. શિરોહી) સ્ત્રીએ પોતાનું નામ સંતોષકુવર મદનસિંહ ભાટી (રહે. માઉન્ટઆબુ કુંભારવાડા) સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...