સંમેલન:ભાભરના હરિધામ ગૌશાળા ખાતે આવતીકાલે રાજ્યભરના ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોનું સંમેલન યોજાશે

બનાસકાંઠા (પાલનપુર)19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંમેલનમાં સંચાલકો ઉપરાંત ગૌભક્તો પણ હાજરી આપશે
  • ગૌ સેવકો અને સંચાલકો આગામી સમય માટે સરકાર સામે રણનીતિ ઘડી સહાય માટે કરાશે ઉગ્ર માંગ

આવતીકાલે ભાભરના હરિધામ ગૌશાળા ખાતે ગૌમાતા અધિકાર વિશાળ સંમેલન યોજવામાં આવશે. 500 કરોડની સહાયની સરકારે જાહેરાત કરી હતી. જે બાદ સરકારે સહાય ન આપતા ગૌ શાળા પાંજરાપોળના સંચાલકો આક્રોશ જોવા મળી રહ્યો છે. તેમને લઈ ભાભર ખાતે સંમેલન યોજાશે જેની તૈયારીઓને આખરી ઓપ અપાયો હતો. સંમેલનમાં અંદાજે દસ હજાર કરતાં વધુ લોકો હાજર રહેવાની શક્યતા છે.

બનાસકાંઠા જિલ્લામાં ગૌશાળા પાંજરાપોળ સંચાલકો કોરોનાની મહામારી બાદ હાલત કફોડી બની છે. જેમાં સરકારે 500 કરોડની જાહેરાત કરી હતી જે બાદ સરકાર સહાય ના કરતા ગૌશાળા પાંજરાપોળ સંચાલકોએ અનેકવાર આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી. જો કે સરકારનું ધ્યાન ન જતા આખરે આવતીકાલે ભાભર હરિધામ ગૌશાળા ખાતે વિશાલ સંમેલન યોજવામાં આવશે. ગુજરાત ભરમાંથી ગૌશાળા પાંજરાપોળ માં સંચાલકો સાથે અંદાજે 10,000થી વધુ ગો ભક્તો હાજર રહે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. ગૌ સેવકો અને સંચાલકો આગામી સમયમાં સરકાર સામે રણનીતિ ઘડી સહાય માટે ઉગ્ર માગ કરશે જેને લઈ આવતી કાલે ભાભર હરિધામ ગૌશાળા ખાતે સંમેલન નું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...