વિધાનસભાની ચૂંટણી:પાલનપુર ખાતે ચૂંટણીલક્ષી ફરિયાદોના નિરાકરણ માટે કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો

બનાસકાંઠા (પાલનપુર)21 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાનની તારીખની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ચૂંટણીલક્ષી ફરિયાદોના નિરાકરણ માટે પાલનપુર ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો હતો. કંટ્રોલ રૂમના નંબર 1800-233-2022 ઉપર લોકો ચૂંટણીલક્ષી ફરીયાદ આપી શકશે.
​​​​​​​ચૂંટણીલક્ષી ફરીયાદ આપી શકશે
વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 યોજવા તા.03/11/2022 થી આદર્શ આચારસંહિતા અમલમાં આવેલ છે. જે અનુસંધાને બનાસકાંઠા જિલ્લામાં તા.05/12/2022 ના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. બનાસકાંઠા જિલ્લામાં લોકોની ચૂંટણીલક્ષી આચારસંહિતા ભંગ, ચૂંટણી ખર્ચ વિ. અંગેની ફરિયાદો સ્વીકારવા અને તેનું નિરાકરણ કરવા પાલનપુર જિલ્લા પંચાયત ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. જે કંટ્રોલ રૂમનો નંબર. 1800-233-2022 છે. જેની જાહેર જનતાને નોંધ લેવા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...