જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી અંતર્ગત ચેકિંગમાં રહેલી પોલીસે જુદી જુદી ત્રણ જગ્યાએથી દેશી- વિદેશી દારૂ ઝડપ્યો હતો.પાંથાવાડા પોલીસ મથકની ટીમે ગુંદરી ચેકપોસ્ટે ટ્રેલર નં. આર. જે. 52. જીએ. 1490ને ઉભુ રખાવી તલાસી લેતાં અંદરથી રૂપિયા 98,250ની વિદેશી દારૂની બોટલ નંગ 96 મળી આવી હતી. આ અંગે રૂ. 20,00,000નું ટ્રેલર, રૂપિયા 13,000ના મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 21,11,250નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. અને ટ્રેલર ચાલક રાજસ્થાનના ચુડલાનો સોકીન હરીકિશન મીણા, સુરજમલ નારૂમલ મીણા અને નરેન્દ્રસિંહ દોલતસિંહ તોમરને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પાલનપુરના બે શખ્સો દારૂ સાથે ઝબ્બે
પાલનપુર પૂર્વ પોલીસની ટીમે સદરપુર ચાર રસ્તા નજીકથી એક મોપેડ ઉભુ રખાવી રૂપિયા 100નો દેશીદારૂ કબ્જે લીધો હતો. અને શિવનગર વિસ્તારના સિકન્દર ઉર્ફે ચીકુ ભુરાજી માજીરાણા, જીગ્નેશભાઇ સુરેશભાઇ માજીરાણાને ઝડપી લીધા હતા. જ્યારે છનાજી ઉર્ફે સન્ની હમીરજી માજીરાણા હાજર મળ્યો ન હતો.
કપાસીયા નજીકથી પીકઅપ ડાલાના ગુપ્તખાનામાંથી વિદેશી દારૂ ઝડપાયો
અમીરગઢ પોલીસની ટીમે કપાસીયા ગામ નજીક પીકઅપડાલા નંબર જીજે. 01. જેટી. 4683માંથી રૂ. 68,220ની વિદેશી દારૂની બોટલ 84 મળી આવી હતી. આ અંગે રૂ. 8,800 રોકડા, રૂ. 5,00,000નું જીપડાલું મળી કુલ રૂપિયા 5,80,020નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. અને ચાલક રાજસ્થાનના ખંદરાના જગદીશભાઇ મગારામ માળીની અટકાયત કરી હતી. તેમજ દારૂ મંગાવનાર અમદાવાદ અસલાલીના શ્રવણભાઇ મોહનભાઇ માળી સામે ગૂનો નોંધ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.