તપાસ:આંબેથાની પરિણીતાની સાસરીના બે યુવકોએ છેડતી કરતાં ફરિયાદ નોંધાઇ

પાલનપુર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંન્ને શખ્સો બુલેટ પર આવીને વારંવાર રેકી કરતાં હતા

જલોત્રાની મહિલાને સાસરીના બે યુવકો વારંવાર બુલેટ લઈ રેકી કરી છેડતી કરતા મહિલાએ વડગામ પોલીસ મથકે બે યુવકો સામે ગુનો નોંધાવ્યો હતો.પોલીસે આ મામલે આગળની વધુ તપાસ શરૂ કરી છે. વડગામ તાલુકાના જલોત્રા ગામની મહિલાના પાલનપુર તાલુકાના આંબેથા ગામે લગ્ન થયા હતા. દરમિયાન 28 મેં ના રોજ સાસરીના ગામના સુરેશભાઈ પટેલ હેરાન કરતો હતો જેથી 5 જુનના રોજ મહિલા પોતાના પિતાના ઘરે જલોત્રા આવી હતી.

ત્યારે અગિયાર વાગ્યાના સુમારે સુરેશભાઈ પટેલ અને કિરણભાઈ પટેલ બંને જણ બુલેટ બાઈક નંબર જીજે 08 સીએફ 7271 આંટા મારી જતા રહેલા ત્યારે 6 જૂનના રોજ ફરીથી સવારે સાડા નવ વાગ્યાના સુમારે આવેલા.બાદમાં ફરી 7 જૂનના રોજ ભરતભાઈ ભીખાભાઈ ચૌધરી (હે.આંબેથા) આંટો મારી જતો રહેલ ત્યારબાદ ફરીથી સુરેશભાઈ પટેલ અને ભરતભાઈ પટેલ ઘર આગળ આવી આંટાફેરા મારવા લાગે દરમિયાન મહિલા ઘરની જાળી પાસે ઊભી હતી ત્યારે બંને યુવકોએ મહિલા પાસે આવી કહેવા લાગ્યા કે ચાલ મારી સાથે તેથી મહિલાની ના પાડતા બન્ને જણાએ મહિલાની છેડતી કરી હતી

જેથી બુમાબુમ થતાં મહિલાના પરિવારજનોએ બહાર આવી જતા બંને શખ્સો બુલેટ લઈને ભાગી ગયા હતા જેથી અંતે કંટાળેલી મહિલાએ વડગામ પોલીસ મથકે પાલનપુર તાલુકાના આંબેથા ગામના સુરેશભાઈ ચેહરાભાઈ પટેલ (ચૌધરી) અને ભરતભાઈ ભીખાભાઇ પટેલ ( ચૌધરી) સામે ગુનો નોંધાવ્યો હતો.પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...