બનાસકાંઠા જિલ્લામાં કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવનાર ઓનલાઈન એપ્લીકેશન દાનીડાટાના સંચાલક સામે બનાસકાંઠામાં પ્રથમ ફરિયાદ નોંધાઇ છે.રૂપિયા 20,000 ગુમાવનાર ડીસાના છાત્રએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતાં આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સાઇબર ક્રાઇમ પી.આઈ ડી. આર. ગઢવી જણાવ્યું કે, ડીસાના છાત્ર ફુલચંદ દશરથભાઈ સોલંકી (માળી) એ એપ્લિકેશન ઉપર 0.75 ટકા નફા સાથે પૈસા પરત મળશે એવી લાલચમાં આવી રૂપિયા 20,000નું તારીખ 26/5/2022ના દિવસે ઓનલાઈન રોકાણ કર્યું હતું.
જેમાં તારીખ 31/5/2022ના રોજ 23876 ૫રત આપે તે પહેલા સંચાલકે એપ્લિકેશન બંધ કરી પ્લેસ્ટોર ઉપરથી હટાવી દીધી હતી. ફૂલચંદભાઈએ બનાસકાંઠા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે સંચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.