ચાલુ ગાડીમાં આગ ભભૂકી:પાલનપુરના એરોમા સર્કલથી પસાર થતી કાર અચાનક અગનગોળો બની ગઈ, ચાલકે સમય સૂચકતા વાપરતા બચાવ

પાલનપુરએક મહિનો પહેલા
  • આ દુર્ઘટનામાં સદનસીબે જાનહાનિ થઈ નથી, પરંતું કાર બળીને ખાક થઈ

પાલનપુરના એરોમા સર્કલ પાસે કારમાં એકાએક આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આજે સવારના સમયે એરોમાં સર્કલ પરથી ગાડી પસાર થઇ રહી હતી તે દરમિયાન એકાએક આગ લાગી હતી.

ચાલક સમય સૂચકતા દાખવી કારમાંથી ઉતરી ગયો
ગાડીના બોનેટના ભાગમાંથી ધુમાડો નીકળવાનો શરુ થતા કારચાલક સમય સૂચકતા દાખવી કારમાંથી ઉતરી ગયો હતો. કારચાલક કારમાંથી ઉતર્યા બાદ ગણતરીની મિનિટોમાં આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી.

સદનસીબે જાનહાનિ ટળી
સવારના સમયે ઓફિસ ટાઇમમાં સર્કલ પર જ ચાલુ કારમાં આગ લાગતા અન્ય વાહનચાલકોએ પોતાના વાહનોને રોકી દીધા હતા. તેને કારણે ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. ફાયર વિભાગને ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પર પહોંચી ફાયર વિભાગની ટીમે આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો. કારમાં આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતું કાર બળીને ખાક થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...