ચોરી:ધાણધાનું દંપતી ભાણીના જન્મદિવસે સુરત ગયું, તસ્કરો ઘર સાફ કરી ગયા

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રોકડ4સોના- ચાંદીના દાગીના મળી કુલ રૂp1.80 લાખના મુદ્દામાલની ચોરી

પાલનપુર તાલુકાના ધાણધાનું દંપતિ તેમની દીકરીની દીકરીના જન્મ દિવસે સુરત ગયા હતા. જે દરમિયાન અજાણ્યા શખ્સોએ ઘરમાંથી રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 1.80 લાખના મુદ્દામાલની ચોરી કરી હતી. આ અંગે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

પાલનપુર તાલુકાના ધાણધા ગામના ભોગીલાલ બાબુભાઇ મોદી પાલનપુરના સ્વાગત પરિસરમાં પત્નિ સાથે રહે છે. અને વતનમાં તેલનો ઘાંણો અને દળવાની ઘંટી ચલાવે છે. જેઓ 25 ઓગષ્ટે તેમની દીકરીની દીકરીના જન્મ દિવસે સુરત ગયા હતા. તે દરમિયાન ધાણધા ગામે આવેલા તેમના મકાનના દરવાજાનો નકુચો તોડી અજાણ્યા શખ્સોએ અંદર પ્રવેશ કર્યો હતો.

જ્યાં કબાટમાં પડેલી રૂપિયા 50,000ની સોનાની વીંટી નંગ 3, સોનાની લક્કી નંગ 1, રૂપિયા 15,000ની ગણેશજીની મર્તિ, ગુરૂ મહારાજની મૂૂર્તિ, ચાંદીનો સિક્કો, રોકડ રૂપિયા 70,000, દિકરાની વહુ મેનકાબેનની પેટીમાંથી રૂપિયા 25,000ની તોડીઓ, ગણપતિ, ગાય, દિવો, કંકાવટી, તુલસી ક્યારો, જુલા રૂપિયા 20,000ની સોનાની વીંટી મળી કુલ રૂપિયા 1,80,000ના મુદ્દામાલની ચોરી કરી હતી. આ અંગે ભોગીલાલે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...