કાર્યવાહી:ભાભરની આનંદ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરનાર બોગસ ડોક્ટરને ઝડપી લેવાયો

પાલનપુર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડિગ્રી વગરના બોગસ તબીબ દ્વારા દર્દીઓની સારવાર કરાતી હતી. - Divya Bhaskar
ડિગ્રી વગરના બોગસ તબીબ દ્વારા દર્દીઓની સારવાર કરાતી હતી.
  • હોસ્પિટલમાં ઈન્જેકશન, એલોપેથિક દવાઓ- X-Ray મશીન મળી આવ્યા
  • તેતરવા પીએચસીના મેડિકલ ઓફિસરે ગુનો નોંધાવતાં કાર્યવાહી

ભાભરમાં વાવ રોડ પર આનંદ હોસ્પિટલમાં ડિગ્રી વગરના બોગસ તબીબ દ્વારા દર્દીઓની સારવાર કરતો મામલો સામે આવ્યો છે. આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન હોસ્પિટલમાં ઈન્જેકશન, એલોપેથિક દવાઓ- X-Ray મશીન મળ્યા હતા. આરોગ્ય વિભાગએ ભાભર પોલીસને કાયદેસર કાર્યવાહી કરવા અને ગુનો નોંધવા લેખિત જાણ કરી છે.

પ્રવિણભાઇ રામજીભાઇ ચૌધરી (મેડિકલ ઓફિસર PHC તેતરવા) સાથે તાલુકા હેલ્થ ઓફિસર અલ્પેશ છત્રાલીયા ભાભર ફાર્માસિસ્ટ મહેન્દ્રભાઇ પાણ તથા અરજદાર જનક રાઠોડએ રેઇડ કરી ગીરીશકુમાર ગોબરભાઇ સોલંકી (રહે, ચીમનગઢ (ખોડા) તા.કાંકરેજ)ને એલોપેથિક દવાઓનો જથ્થો, ચાલુ હાલતમાં એક્સ-રે મશીન સાથે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી હતી.

સોમવારે ભાભર તાલુકા આરોગ્ય કચેરીના સ્ટાફે ભાભર વાવ રોડ પર અખાણી ફાર્મ હાઉસ સામેની આનંદ હોસ્પિટલમાં બિનઅધિકૃત વ્યક્તિ દ્વારા ગેર કાયદેસર તબીબી પ્રેક્ટિસ થતી હોવાની બાતમીના આધારે આકસ્મિક દરોડો પાડયો હતો જેમાં દવાખાનું ખુલ્લી હાલતમાં હતું. અહીં ગેરકાયદેસર પ્રેક્ટિસ થઈ રહી હોવાના પુરાવા મળ્યા હતા. તાલુકા આરોગ્ય અધિકારીએ આ અંગેની વિગત આપતા જણાવ્યું હતું કે "તપાસ દરમિયાન હાજર તબીબ ગિરીશ સોલંકીની ડિગ્રી અને રજિસ્ટ્રેશન બાબતે પૂછતાં તબીબ કોઈ પણ ડિગ્રી કે રજીસ્ટ્રેશન રજૂ કરી શક્યો નહિ.

જેના અનુસંધાને આવેલ દર્દીની પુછપરછ અને હાજર દવા-ઈન્જેકશન, મશિનની તપાસ કરતા એલોપેથિક દવાઓ- X-Ray મશિન મળી આવેલા હતા. જેના વપરાશ બાબતે પૂછપરછ કરતા તેઓ કોઈ યોગ્ય જવાબ રજૂ ન કરી શકતા તેઓની બીનઅધિકૃત તબીબી પ્રેક્ટીસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાથી અમારી ટીમ દ્વારા બોગસ તબીબ ગિરીશ સોલંકી વિરુદ્ધ ભાભર પોલીસ સ્ટેશનમા FIR કરી આગળની કાર્યવાહી કરવા પોલીસને જાણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...