ક્રાઇમ:કુશ્કલમાં બોથડ પદાર્થ મારી યુવાનની હત્યા

ગઢ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અજાણા શખ્સે રાત્રિ દરમિયાન અગમ્ય કારણોસર બે યુવાન પર હુમલો કર્યો,બીજો ગંભીર

પાલનપુર તાલુકાના કૃષ્કલ ગામે એગોલા રોડ નજીક આવેલા મોહેતરી તળાવ કિનારે કોઈ અજાણ્યા શખ્સે બુધવારે રાત્રે બે યુવકો ઉપર બોથડ પદાર્થથી હુમલો કર્યો હતો. જેમાં એક યુવકનુ ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને બીજાને ગંભીર ઈજાઓ થતાં 108 મારફતે પાલનપુર ખાતે સારવાર અર્થ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાના પગલે લોકો ઉમટી પડ્યા હતા અને ગઢ પોલીસને જાણ કરતા ઘટના સ્થળે આવીયુવકની લાશને પોએમ અર્થે ખસેડી યુવકના ભાઈની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ચડોતર ગામના હમીરભાઈ નાગરભાઈ જેહાતર (ઠાકોર) અને નરસિંહભાઈ નાગરભાઈ જેહાતર કૃષ્કલમાં પોતાના મામાના ઘરે રહી છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલવતા હતા. જેમાં નરસિંહભાઈ નાગરભાઈ જેહાતર (ઉ.વ.40) બાદરપુરા ઓઇલ મિલમાં લેબર તરીકે રાત્રિપાળીમાં કામ કરતા હતા અને દિવસે છૂટક મજૂરી કરતો હતો. દરમિયાન ગુરુવારે સવારે ગામની સીમમાં એગોલા રોડની બાજુમાં મોહેતરી તળાવના કિનારે નરસિંહભાઈ નાગરભાઈ જેહાતરનો હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો.

તેમજ મૂળ કાંકરેજ તાલુકાના થરાના અને હાલ કુષ્કલમાં રહેતા ચંપક હીરાલાલ ઠક્કર પણ ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા. આ અંગેની જાણ સ્થાનિકોને થતાં ઘટના સ્થળે લોકો ઉમટી પડ્યા હતા. જેમણે 108ને ફોન કરી ઈજાગ્રસ્ત ચંપકભાઈ ઠક્કરને સારવાર અર્થે ખસેડી ગઢ પોલીસને જાણ કરતા ગઢ પીએસઆઇ એસ. બી. રાજગોર સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતક નરસિંહભાઈ જેહાતરની લાશનુ પંચનામું કરી લાશને પીએમ અર્થે ચંડીસર સીએચસી ખાતે લઈ જવામાં આવી હતી.

ત્યારબાદ મૃતક નરસિંહભાઇ જેહાતરના મોટાભાઈ હમીરભાઇ નાગરભાઈ જેહાતરની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સની સામે આઈપીસી કલમ 302 અને 307 મુજબનો ગુનો નોંધી હત્યારા શખ્સને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા.

મૃતકનું પેન્ટ કાઢી નાખેલું હતું, ગુપ્ત ભાગે ઇજાના નિશાન મળ્યા
મૃતક યુવક નરસિંહભાઈ તળાવના વહેણમાં બનાવેલ સિમેન્ટના આરસીસી લેપ ઉપર ઊંધા પડ્યા હતા. તેના શરીર ઉપરનું શર્ટ ફાટી ગયેલું હતું અને કમરથી પેન્ટ કાઢી બાજુમાં પડેલ હતું. તેના માથાના ભાગે બોથડ પદાર્થની ગંભીર ઈજા થયેલી હતી અને શરીરે ઠેકાણે નાની મોટી ઇજાઓ જણાઈ આવતી હતી. તેમજ તેને આરસીસી લેબ ઉપર ખેંચેલો હોવાથી શરીર એ તેમજ પેશાબના ગુપ્ત ભાગે ચામડી ઉપર ઈજા તેમજ ગુદાના ભાગે ઇજા થયેલા નિશાન જોવા મળ્યા હતા. જ્યારે ચંપકભાઈ ઠક્કર ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...