રક્તદાન કેમ્પ:ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈના જન્મ દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ આયોજન કરાયું

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રક્તદાન કેમ્પમાં ડીસા શહેરના 121 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું

ડીસા શહેરના સાઈબાબા મંદિર ખાતે ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઇના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં ડીસા શહેરના 121 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. રક્તદાન કેમ્પમાં બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ભરતસિંહ સોલંકી પણ ખાસ હજાર રહ્યા હતા.

ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઇનો આજે જન્મ દિવસ છે. આજે ગોવાભાઇ દેસાઇના જન્મ દિવસ પ્રસંગે ગોવાભાઇ દેસાઇના સમર્થકો દ્વારા ડીસા સાઈબાબા મંદિર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગોવાભાઇના સમર્થકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ગોવાભાઇના જન્મ દિવસ પ્રસંગે રક્તદાન કર્યું હતું.

ગોવાભાઇ દેસાઇ બે ટર્મ ડીસાના ધારાસભ્ય રહી ચૂક્યા છે. આજે તેમના જન્મ દિવસ પ્રસંગે રક્તદાન કરવા માટે આવેલા લોકોની હાજરી આપી રહી હતી. આજે ડીસા સાઈબાબા મંદિર ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પમાં બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ભરતસિંહ સોલંકી પણ ખાસ હજાર રહ્યા હતા. આજે ગોવાભાઇ દેસાઇના સમર્થકોએ 121 યુનિટ રક્તદાન કર્યું હતું અને ગોવાભાઇ દેસાઇને પોતાના રક્ત સાથે શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...