ગેનીબેનના સમર્થનમાં બાઈક રેલી:ભાભર ના બેડા ગામે વાવના કોંગી ધારાસભ્યના સમર્થનમાં યુવાઓ દ્વારા બાઈક રેલી યોજાયઇ

બનાસકાંઠા (પાલનપુર)13 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાવ વિધાનસભા વિસ્તારમાં આવતા ભાભર તાલુકાના બેડા ગામે વાવના ચાલુ કોંગ્રેસ ધારાસભ્ય અને ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થનમાં યુવાઓ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાદ બેડા ગામે ગેનીબેન ઠાકોરે જનસભા સંબોધિ મોટી સંખ્યામાં ગ્રામજનો તેમ જ કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા હતા.

બનાસકાંઠા જિલ્લામાં નવ વિધાનસભામાં ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટીના ત્રણેય ઉમેદવારો જીતની આશાએ એડીચૂંટી નું જોર લગાવી પ્રચાર પ્રસાર શરૂ કરી દીધા છે. જેમાં આજે વાવ વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસ ચાલુ ધારાસભ્ય અને હાલના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પ્રચાર પ્રસાર ડોર ટુ ડોર ગામેગામ કરી રહ્યા છે. જેમાં આજે ભાભર તાલુકાના બેડા ગામે યુવાઓ દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ ગેનીબેન ઠાકોર ના સમર્થનમાં ગામમાં સભાનું આયોજન કર્યું હતું. કોંગ્રેસના આગેવાનો સહિત બેડા ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.જેમાં વાવ વિધાનસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે સભામાં ફરી વાવ વિધાનસભામાં કોંગ્રેસને જંગી બહુમતીથી જીતડવા અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...