દાંતા તાલુકાના ખેરાનીઊમરી ગામના 1 કિલો વજન સાથે 6 માસે જન્મેલી બાળકીને બનાસ સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા 102 દિવસની લાંબી સારવારના અંતે બચાવી લેવાઇ છે. ગત 28 સપ્ટે.ના રોજ બાળકની માતાને પેટમાં દુ:ખાવો ઉપડતા નજીકની પ્રાયવેટ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયાં હતા અને વધુ સારવાર અર્થે બનાસ સિવિલ પાલનપુર ખાતે લવાતા માતાને અધૂરા મહિના હોવાને લીધે PNCમાં રાખ્યા હતા. શારીરિક તફ્લીકોના પરિણામે તેમણે 6 માસની ગર્ભાવસ્થા બાદ અધૂરા માસે નોર્મલ ડીલેવરી કરી પુત્રીને જન્મ આપ્યો હતો.
જન્મેલી બાળકીનું વજન માત્ર 1 કિલો હતું.જન્મતાની સાથે જ નબળા ફેફસા હોવાથી શ્વાસ લેવામાં તકલીફ હતી. સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો.સુનિલભાઈ જોષીએ જણાવ્યું કે ડો.અજીત શ્રીવાસ્તવ ,ડો.ભાવિ શાહ, ડો.વર્ષા પટેલ દ્વારા બાળકની ગંભીર સ્થિતિ જોતા બાળકને સીપેપ મશીન પર મુકવામાં આવ્યું હતું. જે બાદ બાળકના હૃદયના ધબકારા વધારવા ઇન્જેકશનો ચાલુ કરવામાં આવ્યા હતા. જોકે આ સ્થિતિ બાળકને રજા આપવી શક્ય ન હતી. છતાં આદિવાસી પરિવાર માન્યું નહિ ઘરે 45 દિવસની સારવાર બાદ ઘરે ગયા હતા જ્યાં પાંચમાં દિવસે બાળકની તબિયત બગડતાં સિવિલના એન.આઈ.સી.યુ. ખાતે આવ્યા હતા.
102 દિવસની લાંબી સારવારના અંતે બચાવી લેવાઇ
જ્યાં સારવાર બાદ સ્થિતિમાં સુધારો આવતા માતાનું ધાવણ શરૂ કરવામાં આવ્યું અને બાળકને બચાવી લેવામાં આવી હતી. બાળકીની માતા બલીબેન ડાભીએ જણાવ્યું કે " મારી દીકરીને અધૂરા મહીને જન્મી હતી જેના પરિણામે અમે સતત 102 દિવસ સુધી બનાસ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે મારા અને બાળકની ખુબજ સંભાળ રાખવામાં આવી હતી સિવિલમાં સ્તનપાન અગે માર્ગદર્શન અને દવા સમયસર આપવામાં આવી. સભ્યોએ જણાવ્યું હતું કે" અમારા ખેરાનીઊમરી ગામમાં લોકો માનવા તૈયાર નહોતા કે બાળક જીવી ગયું. અમે તબીબોનો આભાર માનીએ છીએ.
બાળકીને આ તકલીફથી ઉગારી લેવાઈ
• પીળીયાની અસર થતા ફોટોથેરાપી અપાઈ હતી.
• બાળકને ટુ-ડી-ઇક્કો દ્વારા તપાસ કરતાં બાળકને હ્રદયમાં કાણું હોવાનું જાણવા મળતા સારવાર કરવામાં આવી હતી.
• બાળકને નીમોનીયાની પણ અસર જોવા મળતા બાળકને ઓક્સિજન આપવામાં આવ્યું હતું
• બાળકને પાંડુરોગ જાણતા બે વખત લોહી ચડાવવામાં આવ્યું હતું.
• શરૂઆતના દિવસોમાં બાળકને નળી દ્વારા દુધ આપવામાં આવ્યું હતું.
• કાંગારું મધર કેર શરૂ કરી માતાનું ધાવણ આપવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.