સારા સમાચાર:2023માં 3 લેગ એલીવેટેડ RTO સર્કલ તૈયાર થઈ જશે

પાલનપુરએક મહિનો પહેલાલેખક: નરેશ ચૌહાણ
  • કૉપી લિંક
  • અંબાજી જતા વાહન ચાલકો માટે સારા સમાચાર,ત્રણે દિશામાં સ્ટ્રક્ચર બનીને તૈયાર, તમામ પીલ્લરો પણ ઊભા થઈ ગયા
  • પાલનપુરથી રાજસ્થાન જનારે બ્રિજ ચઢવાની જરૂર નહીં પડે,હાલમાં ડાયવર્ઝન રૂટ મુજબ પાલનપુર સીટીની અંદર થઈ નીકળવું પડે છે

ડેડીકેટેડ ફ્રેઈટ રેલ કોરીડોર પ્રોજેક્ટ હેઠળ જુના આરટીઓ સર્કલ નજીક નવીન રેલવે લાઈન પર ગત વર્ષે નવા ટ્રેક નાખવામાં આવ્યા હતા જેની પર હાલ ડીફસીસીની માલવાહક ટ્રેન સેવા ચાલી રહી છે. નવી રેલવે લાઇનમાં રેલવેનો ટ્રેક 10 ફૂટ ઊંચો બની ગયો હતો. જે બાદ 123 કરોડના ખર્ચે થ્રી લેગ એલિવેટેડ રોટરી રેલવે ઓવરબ્રિજ કેન્દ્ર સરકારે મંજૂર કર્યો હતો. જુના આરટીઓ સર્કલ પર દાતા તરફ 682 મીટર લાંબુ, આબુ રોડ તરફ 700 મીટર લાંબુ, અને પાલનપુર- અમદાવાદ હાઇવે તરફ 951 મીટર લાંબા ત્રણ લેગ બનાવવામાં આવ્યા છે. ત્રણે દિશામાં સ્ટ્રક્ચર બનીને તૈયાર થઈ ગયું છે.

ત્રણેય દિશામાં તમામ પીલ્લરો પણ ઊભા થઈ ગયા છે. આ બ્રિજ પર એરોમા સર્કલથી રાજસ્થાન જનારે બ્રિજ ચઢવાની જરૂર નહીં પડે. તેજ રીતે દિલ્હી હાઇવેથી પાલનપુર તરફ આવતી વખતે પણ બ્રિજ ચઢવાની જરૂર નહિ પડે માત્ર વડગામ દાંતા તરફ અંબાજી હાઇવે તરફ જનાર વાહન ચાલકો જ બ્રિજ ચઢશે. હાલમાં ડાયવર્ઝન રૂટ મુજબ પાલનપુર સીટીની અંદર થઈને ટ્રાફિક અને ખાડા વાળા રસ્તાઓમાંથી નીકળવું પડે છે..!જે આવનાર મહિનાઓમાં આ મુશ્કેલી માંથી છુટકારો મળી જશે. નેશનલ હાઇવે ઓથોરિટીના સ્ટેટ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે વાહન વ્યવહાર મંત્રાલય એ 123.32 કરોડના ખર્ચે પિલ્લર પર થ્રીલેગ એલિવેટેડ રોટરી ડિઝાઇનનું રેલવે ઓવરબ્રિજ સ્ટ્રક્ચર 2023ના વર્ષમાં તૈયાર થઈ થશે.

ગુજરાતમાં પ્રથમવાર 52 ફૂટ ઊંચું સર્કલ પાલનપુરમાં બની રહ્યું છે
હાલમાં જે ચાલી રહી છે તેમાં સૌથી મહત્વનું કામ આગામી છ મહિના સુધી ચાલશે. જેમાં હવામાં 52 ફૂટ ઊંચે સર્કલની ઉપર જ ત્રણેય બાજુ વળાંક લઇ શકાય તે પ્રકારનું સર્કલ બનાવવામાં આવી રહ્યું છે. ચારે બાજુના પિલ્લર બનીને તૈયાર થઈ ગયા છે હવે ઉપરનું સ્ટીલ ફ્રેમ સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવશે. સંભવતા 2023ના વર્ષમાં નવરાત્રી આસપાસ બ્રિજ પર વાહન વ્યવહાર શરૂ થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...