ચકચાર:વડગામના કોદરામ ગામના 28 વર્ષીય યુવાનનું ગાડીમાં નાખી અપહરણ

પાલનપુર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પિતાએ પાંડવા ગામના ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી

વડગામ તાલુકાના કોદરામના 28 વર્ષીય યુવાનનું ગાડીમાં નાખી અપહરણ કરી ફરાર થઈ જતા ચકચાર મચી ગઈ છે. આ બનાવ અંગે યુવાનના પિતાએ પાંડવા કોદરામ ગામના ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ખેરાલુ તાલુકાના સાકરીયા ગામના અને હાલમાં વડગામના કોદરામમાં રહેતા લક્ષમણજી શંકરજી ઠાકોર ગુરુવારે દીકરા વિનુજીનો ફોન આવેલ અને કહ્યું કે, તમારે ગામમાં આવવુ હોય તો બાઈક લઈને પીલુચા આવ્યો છું તમે રોડ પર આવી જાવ જેથી લક્ષ્મણજી રોડ પર આવેલ ત્યારે દીકરો પોતાના બાઈક નંબર જીજે 02 એએફ 1376 લઈને લઈ ગયેલ ત્યારબાદ પુત્રએ પિતાને પોતાના ગામના વડલે ઉતરેલ ત્યારબાદ લક્ષમણજી ગામની નાઈની દુકાનમાં બાલ કપાવવા ગયા ત્યારે દીકરો બાઇકમાં પેટ્રોલ પુરાવવા ગયેલ ત્યારબાદ દીકરો પાછો ના આવતા લક્ષ્મણજી ચાલતા ખેતરે નીકળ્યા હતા.

ત્યારે ગામના શામળજી ઠાકોરએ જણાવેલ કે તમારો દીકરો વિનુજી ખાટી મોવડી કોદરામ સીમમાંથી કોઈ અજાણ્યા માણસો ગાડીમાં નાખીને લઇ ગયેલ છે તે કોણ છે મને ખબર નથી.ત્યારબાદ બે વાગે દીકરાનો લક્ષમણજી પર ફોન આવ્યો અને કહેલ કે, મને નિઝામપુરા લઇ ગયેલ છે ત્યાં ગોવિંદજી ચેનાજી ઠાકોર, અજમલજી રણછોડજી ઠાકોર અને ભરતજી પુનમાજી ઠાકોર (રહે.નવા પાંડવા,કોદરામ) મને ખાટી મોવડી કોદરામ ગામેથી ઉપાડી ગયેલ છે અમે માર મારે છે તેવી વાત કરતા દીકરા વિનુજીના પિતા લક્ષમણજીએ વડગામ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.આથી પોલીસે અપહરણ કારો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...