હિલસ્ટેશન પર જુગારધામ ઝડપાયું:માઉન્ટ આબુમાં હોટલમાં જુગાર રમી રહેલા 9 ગુજરાતીઓ ઝડપાયા

બનાસકાંઠા (પાલનપુર)25 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં હોટલમાં જુગાર રમતા નવ ગુજરાતના ઇસમોને રાજસ્થાન પોલીસે પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. રાજસ્થાન પોલીસને મળેલી બાતમીના આધારે એક ખાનગી હોટલમાં તપાસ કરતાં પોલીસને નવ જેટલા ઈસમો રંગેહાથ જુગાર રમતા ઝડપી પાડયા હતા રાજસ્થાન પોલીસ ચોકી મુદ્દામાલ કબજે લઇ આગળની તપાસ હાથ ધરી છે.

પિકનિક મનાવવા માટે રાજસ્થાનનું એક માત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુ રમણીય સ્થળ છે અહીંયા મોટી સંખ્યામાં લોકો પિકનિક માટે આવતા હોય છે અને અનેરા આનંદ ઉઠાવતા હોય છે. પરંતુ ગુજરાતના નવ વ્યક્તિઓ પિકનિક ની આડમાં માઉન્ટ આબુમાં જુગાર રમી રહ્યા હોવાની બાતમી માઉન્ટ ની પોલીસને મળતા માઉન્ટ ની એક ખાનગી હોટલમાં પોલીસે રેડ કરતા હોટલના પ્રથમ માળે એક રૂમમાં નવ ઇસમો જુગાર રમી રહ્યા હતા તેઓને પોલીસે જુગાર રમતાં રંગે હાથે પકડી જુગારમાં લાગેલ આશરે બે લાખની રોકડ રકમ સહીત કુલ મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...