રવિવારે યોજનારી જીપીએસસીની પરીક્ષા માટે જાહેરનામું બહાર પડાયું છે. કારકિર્દી માટે અત્યંત મહત્વની મનાતી આ પરીક્ષા માટે બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરી પરીક્ષા કેન્દ્રોમાં ગેરરીતિ ન થાય તે માટે તકેદારી ના પગલાં લેવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી દેવાઇ છે.તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે.
કલેકટર કચેરીના મહેકમ શાખાના સૂત્રોએ જણાવ્યું હતું કે"બ.કાં.માં 8979 ઉમેદવારો 32 કેન્દ્રના 375 રૂમમાં પરીક્ષા આપશે."ગુજરાત વહીવટી સેવા વર્ગ-1અને ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1/2 અને નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ- 2ની પરીક્ષા તારીખ 8મીએ રવિવારે યોજાનાર છે.
આ પરીક્ષાનું સંચાલન સરળતાથી, વિશ્વસનીયતાનું વાતાવરણ સર્જાય એ માટે પરીક્ષા કેન્દ્રોની અંદર અને તેની હદ મર્યાદાથી બહારના 100 મીટરની ત્રિજયા વિસ્તારમાં ઝેરોક્ષની દુકાનો બંધ, ઈલેકટ્રોનિક યંત્ર, પુસ્તક, કાપલીઓ, ઝેરોક્ષ નકલ પર રોક, સેલ્યુલર ફોન, કોડલેસ ફોન, વાયરલેસ સેટ, વોકીટોકી સેટ સાથે લઈ જઈ શકશે નહી.
બનાસકાંઠાના પરીક્ષા કેન્દ્રો અંગેની વિગતો આપતા મહેકમ કચેરીના સૂત્ર જણાવ્યું હતું કે 32 પરીક્ષા કેન્દ્રોમાં પાલનપુરમાં 25 ગોળામાં 2 ધાણાધામાં 2 કાણોદરમાં 2 અને જલોત્રામાં 1 એમ કુલ 32 કેન્દ્રોમાં પરીક્ષા પ્રક્રિયા ધરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.