અરજદારોને હાલાકી:જિલ્લાના 864 વીસીઈ મંડળ પડતર માંગોને લઈ તાલુકા પંચાયત આગળ ધરણાં યોજ્યાં

બનાસકાંઠાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓપરેટર હડતાળ પર ઉતરી જતાં અરજદારોને હાલાકી

ગુજરાત વીસીઈ મંડળ દ્રારા વેતન સહિતની માંગણીઓને લઈ વારંવાર લેખિત મૌખિક રજૂઆતો આવેદનપત્રો આપવા છતાં કોઈ નિકાલ ન આવતા વીસીઈ મંડળ દ્રારા ગુરુવારે તમામ તાલુકા મથકે ધરણા યોજી કામગીરી બંધ કરી દેવામાં આવી છે જેને લઈ ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે.

જિલ્લાના 864 વીસીઈ મંડળ સાથે સંકળાયેલા ગ્રામ પંચાયત ઇ-ગ્રામ કોમ્પ્યુટર સાહસિક સાથે સમાન કામ સમાન વેતન લઘુતમ વેતનનો ભંગ થતો હોઈ કમિશન પ્રથા બંધ કરાવી ફિક્સ વેંતનથી નિમણૂક અપાવી સરકારી કર્મચારીનો દરજ્જો અપાવવા જેવી માંગણીઓને લઈ વીસીઇ દ્રારા પંચાયતોમાં કામગીરી બંધ કરી દેવામાં આવતા મુશ્કેલીઓ સર્જાઈ હતી.

જુદા જુદા તાલુકાઓના ગામડાઓના ખેડુતોને પાક ધિરાણ લેવા માટે ઉતારા કઢાવવા માટે મામલતદાર કચેરીએ આવવું પડે છે જ્યાં કતારો લાગતી હોઈ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેને લઈ સત્વરે પંચાયતોમાં રાબેતા મુજબ કામગીરી ચાલુ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...