ચોરી:પાલનપુર નજીક ટ્રેનમાં સૂઇ રહેલા મુસાફરના 85000ના દાગીનાની ચોરી

પાલનપુર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શખ્સે દાગીના કાઢી બેગ બીજા ડબ્બામાં મુકી દીધી,મુસાફરે ફરિયાદ નોંધાવી

પાલનપુર નજીક ટ્રેનમાં સૂતેલા મુસાફરની બેગમાંથી રૂપિયા અજાણ્યા શખ્સોએ રૂપિયા 85,000ના સોનાના દાગીના ચોરી બેગ બીજા ડબ્બામાં મુકી દીધી હતી. પાલનપુર નજીક છેલ્લા દસ માસમાં આઠ મુસાફરોના રૂપિયા 12.60 લાખના મુદ્દામાલની ચોરી થઇ છે. આ અંગે પાલનપુર રેલવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ છે.

રાજસ્થાનના જવાહરનગર જીલ્લાના શ્રીગંગાનગરમાં રહેતા પન્નુ બાંદ્રા- શ્રીગંગાનગર એક્ષપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. દરમિયાન પાલનપુર નજીક સૂઇ જતાં અજાણ્યો શખ્સ તેમની બેગની ચોરી કરી હતી. જેમાંથી રૂપિયા 85,000ની સોનાની ચેન અને રીંગની ચોર કરી હતી. અને બેગને બીજા ડબ્બામાં મુકી નાસી ગયા હતા. આ અંગે તેમણે પાલનપુર રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આ મુસાફરોના દાગીના હજુ મળ્યા નથી
મુંબઇના માગુસિંહ મોહનસિંહ રાજપુરોહિત તેમની પત્ની સાથે જોધપુર - બાંદ્રા સુર્યનગરી ટ્રેનમાં મુસાફરી કરતા હતા. દરમિયાન રાત્રે સૂઇ જતાં અજાણ્યો શખ્સ રૂપિયા 7000 રોકડા સહિત 2,19,000ના સોનાના દાગીના ભરેલી બેગ ચોરી કરી લઇ ગયા હતા.

- બેગ્લોરના વંદનાબેન પ્રકાશભાઈ જૈન સૂઇ રહ્યા ત્યારે તેમના માથા નીચે મુકેલા સોનાની વીંટી,ચાંદીની અંગૂઠી, મોબાઈલ સહિત રૂ.15,3000 મુદ્દામાલ ભરેલી બેગ કોઇ અજાણ્યો શખ્સ ચોરી કરી લઇ ગયો હતો. - અમદાવાદ દાણીલીમડા તન્જીલ રેસીડન્સીમાં રહેતા રસીદખાન અબ્બાસખાન પઠાણ (ઉ.વ. 65) તેમની પત્ની સનાખાન સાથે ગોરખપુર - અમદાવાદ એક્ષપ્રેસ ટ્રેનમાં સૂતા હતા. ત્યારે પાલનપુર નજીક કોઇ અજાણ્યો શખ્સ સાંકળથી સીટ સાથે બાંધેલી રૂપિયા 2,28,000ના દાગીના સહિતનો મુદ્દામાલ ભરેલી બેગની ચોરી કરી ગયો હતો. - મુળ રાજસ્થાનના શિવાના બાડમેરના અને કર્ણાટકમાં ધંધાર્થે સ્થાયી થયેલા માદારામ મોટારામજી ચૌધરી (ઉ.વ.45) બિકાનેર - યશવંતપુર ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે પાલનપુર રેલવે સ્ટેશન નજીક ચાલુ ટ્રેને કોઇ અજાણ્યા શખ્સે રૂપિયા 5,55,000ના સોનાના દાગીના ભરેલું ક્રીમ કલરનું લેડીઝ પર્સ તેમજ એક મોબાઇલની ચોરી કરી હતી. - તેલંગણા આસીણાબાદના કાપડના વેપારી મનીષકુમાર અજીતકુમાર જૈન જોધપુર - ચેન્નઇ એક્ષપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. તેમના રૂપિયા 20,500નો મોબાઇલ ચોરી થયો હતો. -દિલ્હીના અમરૌહા તાલુકાના ડીંડોલીના મોહમદ સોહિલ મોહમદ ખાલીદ શેખ કોચ નં. એસ.8ના દરવાજા આગળ ઉભા રહી મોબાઇલ ઉપર વાત કરતો હતો. દરમિયાન બે શખ્સોએ હાથ ઉપર ડંડો મારી ચોરી કરી હતી.

મુસાફરો જ્યાં જાગે ત્યાં ફરિયાદ નોધાવતા હોય છે
આ અંગે પાલનપુર રેલવે પોલીસ મથકના સૂત્રોએ જણાવ્યું હતુ કે, મુસાફરો પોતાના વિસ્તારના રેલવે સ્ટેશનેથી ટ્રેનમાં બેસતા હોય છે. અને રાત્રે સૂઇ જાય ત્યારે રસ્તામાં કોઇપણ સ્થળે તેમના માલ - સામાનની ચોરી થતી હોય છે. તેઓ જ્યારે જાગે અને ચોરી થયાની જાણ થાય ત્યારે તે પછીના રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં હોય છે. અત્યાર સુધીમાં પાલનપુર રેલવે સ્ટેશને નોધાયેલી ચોરીની ફરિયાદમાં મોબાઇલ ચોરીના બે આરોપીઓપાલનપુર હરિપુરાનો ધર્મેશકુમાર સુરેશભાઇ પટણી અને પિન્ટું રામસીંગભાઇ ઠાકોરને ઝડપી મુદ્દામાલ રિકવર કરાયો છે. બાકીના આરોપીઓની શોધખોળ
ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...