જિલ્લામાં પોસ્ટ ઓફિસના જીડીએસ 800 કર્મચારીઓએ ગુરૂવારે તેમની પડતર માંગણીઓના ઉકેલની માંગ સાથે એક દિવસની હડતાળ ઉપર ઉતર્યા હતા. જ્યાં પાલનપુરના કર્મચારીઓએ મુખ્ય પોસ્ટ ઓફિસ આગળ ધરણાં કર્યા હતા.
પાલનપુરના જીડીએસ કર્મચારીઓએ ગુરૂવારે મુખ્ય પોસ્ટ ઓફિસ આગળ તંબુ બાંધી એક દિવસની હડતાળ કરી હતી. આ અંગે રઘુભાઇએ જણાવ્યું હતુ કે, ઓલ ઇન્ડિયા અને નેશનલ કમિટીના આદેશથી પડતર માંગણીઓને લઇ એક દિવસના પ્રતિક ધરણા કરવામાં આવ્યા છે.
જેમાં બનાસકાંઠાના 800 કર્મચારીઓ ડિવિઝન પ્રમાણે જોડાયા છે. અમારી માંગણીઓ છે કે, સરકાર દ્વારા12,24, અને 36 વર્ષની સેવા માટે વરિષ્ઠ જીડીએસને ત્રણ ઇન્ક્રિમેન્ટ આપવામાં આવે. લક્ષ્યોની સિધ્ધિ માટે નીચલા વર્ગના કર્મચારીઓને હેરાન ન કરવામાં આવે. જીડીએસ રજા ઉપર હોય ત્યારે તેમની અવેજી માટેની વ્યવસ્થાને મંજુરી આપવામાં આવે. જો અમારી માંગણીઓ પુરી કરવામાં નહી આવે તો આગળ પણ કાર્યક્રમો અપાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.