લમ્પી વાઇરસનો કહેર:બનાસકાંઠા જિલ્લામાં આજે નવા 781 કેસ નોંધાયા, 14 પશુઓના મોત

બનાસકાંઠા (પાલનપુર)24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 14 તાલુકાના 855 ગામોના પશુઓમાં રોગની અસર, જિલ્લામાં 6275 એક્ટિવ કેસ

બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાઇરસનો કહેર જોવા મળી રહ્યો છે. જિલ્લાના 14 તાલુકાના પશુઓ લમ્પી વાઇરસની ચપેટમાં આવ્યાં છે. વધતાં જતાં લમ્પી વાઇરસના કહેર વચ્ચે આજે નવા 781 પશુઓ પર રોગની અસર જોવા મળી છે. તેમજ આજે 14 જેટલાં પશુઓના મોત થયા છે. બનાસકાંઠા જિલ્લાના કુલ 855 ગામોના પશુઓમાં લમ્પી વાઇરસની અસર દેખાઈ છે.
અત્યાર સુધીમાં કુલ 29,406 કેસ નોંધાયા
બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાઇરસ પશુઓમાં જોવા મળતા વહીવટી તંત્ર દોડતું થયું છે. જિલ્લામાં આજે નવા 781 પશુઓ ઉપર રોગની અસર જોવા મળી છે. તેમજ આજે 14 જેટલાં પશુઓના મોત નીપજ્યા છે. જિલ્લાના કુલ 14 તાલુકાઓના 855 ગામોના પશુઓમાં લમ્પી વાઇરસ જોવા મળ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 29,406 પશુઓ લંપી વાઇરસની ચપેટમાં આવ્યા છે. તેમજ અત્યાર સુધીમાં 622 પશુઓના મોત થયા છે.

અન્ય સમાચારો પણ છે...