લમ્પી વકર્યો:બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાયરસના આજે વધુ 742 કેસ નોંધાયા, 10 પશુઓના મોત

બનાસકાંઠા (પાલનપુર)2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 13 તાલુકાના 370 ગામોમાં લમ્પી વાયરસનું સંક્રમણ ફેલાયું

બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. જિલ્લાના 13 તાલુકા લમ્પી વાયરસની ઝપેટમાં આવ્યા છે. વધતાં જતાં લમ્પી વાયરસના કહેર વચ્ચે આજે નવા 742 જેવા પશુઓ પર રોગની અસર જોવા મળી છે. જ્યારે આજે 10 જેટલાં પશુઓના મોત નીપજ્યા છે જિલ્લામાં કુલ 370 ગામોમાં પશુઓમાં લમ્પી વાયરસની અસર જોવા મળી રહી છે.

5959 પશુઓમાં વાયરસની અસર 153ના મોત
જિલ્લામાં આજે નવા 742 પશુઓ ઉપર વાયરસની અસર જોવા મળી છે. જ્યારે 10 જેટલાં પશુઓના મોત નીપજ્યા છે. જિલ્લાના કુલ 13 તાલુકાના 370 ગામોમાં પશુઓમાં લમ્પીની ઝપેટમાં આવ્યા છે. કુલ 5959માંથી અત્યાર સુધી 153 પશુઓના મોત નિપજ્યા છે. વધતા જતા લમ્પી વાયરસના કહેર વચ્ચે વહીવટીતંત્રએ ઝડપથી ટીમોને રસીકરણ કરવા સૂચના આપી છે.

આટલા ગામમાં લમ્પી ફેલાયો
જિલ્લાના 10 તાલુકાઓમાં લમ્પી વાઇરસની અસર જોઈએ તો દાંતા તાલુકાનું 1 ગામ, અમીરગઢના 3, પાલનપુરના 4 ગામ, વડગામનું 1 ગામ, ડીસાના 27 ગામ, કાંકરેજના 43 ગામ, વાવના 55 ગામ, થરાદના 67 ગામ, ભાભરના 35 ગામ, દિયોદરન 42 ગામ, ધાનેરાના 26 ગામ, સુઈગામના 33 ગામ અને લાખણીના 33 ગામ મળી જિલ્લાના કુલ 349 ગામોમાં લમ્પી વાયરસ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...