બનાસકાંઠામાં લમ્પીનો કાળો કેર:જિલ્લામાં આજે નવા 713 કેસ નોંધાયા, 22 પશુઓના મોત; 349 ગામમાં વાઈરસની અસર જોવા મળી

બનાસકાંઠા (પાલનપુર)2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બનાસકાંઠામાં દરરોજ કેસની સંખ્યામાં વધારો થતા પશુપાલકો ચિંતિત બન્યા

બનાસકાંઠા જિલ્લામાં લંપી વાઈરસનો કહેર જોવા મળી રહ્યો છે. જેમાં કુલ જિલ્લાના 10 તાલુકા લંપી વાઈરસની ઝપેટમાં આવ્યા છે. વધતાં જતાં લંપી વાઈરસના કહેર વચ્ચે આજે નવા 713 જેવા પશુઓ પર રોગની અસર જોવા મળી છે જેમાં આજે 22 જેટલાં પશુઓ ના મોત નીપજ્યા છે બનાસકાંઠા જિલ્લામાં કુલ 349 ગામોમાં પશુઓમાં લંપી વાયરસની અસર દેખાઈ છે.

10 તાલુકાના 349 ગામમાં 5217 પશુઓ સંક્રમિત, કુલ 143 પશુઓના મોત
બનાસકાંઠા જિલ્લામાં લંપી વાયરસ પશુઓમાં જોવા મળતા વહીવટી તંત્ર દોડતું થયું છે. જેમાં આજે નવા 713 પશુઓ ઉપર રોગની અસર જોવા મળી છે આજે 22 જેટલાં પશુઓના મોત નીપજ્યા છે. જિલ્લાના કુલ 10 તાલુકાઓમાં પશુ ઉપર લંપી વાઈરસની અસર જોવા મળી છે. જેમાં કુલ જિલ્લાના 349 ગામોમાં પશુઓમાં લંપી વાઈરસ અસર થઇ છે કુલ 5217 પશુઓને લંપી વાઇરસની અસર જોવા મળી છે જેમાં અત્યાર સુધી 143 પશુઓના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે વધતા જતા લંપી વાયરસના કહેર વચ્ચે વહીવટીતંત્રએ ટીમોને વેક્સિનેસન ની કામગીરી કરવામાં આવી છે.

કયા તાલુકાના કેટલા ગામમાં લમ્પીની અસર?
જિલ્લામાં 10 તાલુકાઓમાં લંપી વાઇરસની અસર જોઈએ તો, અમીરગઢ તાલુકાના કુલ 2 ગામો, ડીસા તાલુકાના કુલ 24 ગામો, કાંકરેજ તાલુકના કુલ 40 ગામ, વાવ તાલુકાના કુલ 54 ગામો થરાદ તાલુકાના કુલ 65 ગામો ભાભર તાલુકાના કુલ 33 ગામ, દિયોદર તાલુકાના કુલ 41 ગામ, ધાનેરા તાલુકના કુલ 26 ગામ, સુઈગામ તાલુકાના કુલ 33 ગામ, લાખણી તાલુકાના કુલ 31 ગામ સહિત બનાસકાંઠા જિલ્લા કુલ 349 ગામો લંપી વાઈરસ અસરગ્રસ્ત થયા છે.

અન્ય સમાચારો પણ છે...