કાર્યવાહી:શેરપુરા નજીક કન્ટેનરમાંથી 68 પશુને કતલખાને જતાં બચાવાયાં

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છાપી પોલીસ મથકે કન્ટેનરના ચાલક અને ક્લિનરને સામે ગુનો નોંધાયો

પાલનપુર અમદાવાદ હાઇવે ઉપર શેરપુરા નજીકથી જીવદયાપ્રેમીઓએ એક કન્ટેનરમાં કતલખાને લઇ જવાતા 68 આખલાઓને બચાવી લીધા હતા. જોકે કન્ટેનરનો ચાલક અને ક્લિનર નાસી છૂટયા હતા.આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

પાલનપુરના જીવદયા પ્રેમી સંજયભાઈ હરખાભાઈ પ્રજાપતિ, સેધાભાઈ દેસાઈ, રોનકભાઈ ઠક્કર, લાલજીભાઈ દેસાઈ સહિતના જીવદયાપ્રેમીઓએ એરોમા સર્કલથી કન્ટેનર નંબર આર.જે. 14. જી.ઇ. 4636નો પીછો કર્યો હતો. અને પાલનપુર અમદાવાદ હાઇવે ઉપર શેરપુરા નજીક ઉભું રખાવ્યું હતું. જેનો ચાલક અને ક્લીનર નાસી છૂટયા હતા. દરમિયાન કન્ટેનરની અંદર તપાસ કરતા 68 નંદી ખીચોખીચ હાલતમાં ઘાસચારો કે પાણીની વ્યવસ્થા કર્યા વગર ભરેલા મળી આવ્યા હતા.

આ અંગે જીવદયાપ્રેમીઓએ છાપી પોલીસ મથકે જાણ કરતા ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. અને તમામ પશુઓને ઉતારી પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યા હતા. આ અંગે સંજય પ્રજાપતિ એ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કન્ટેનરના ચાલક અને ક્લિનરને સામે ગુનો થી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...