પાણીની આવક નહીંવત:સીઝનનો 62 ટકા વરસાદ,ત્રણેય ડેમ ખાલી, હજુ કેટલાક ગામોમાં નીચાણ વાળા વિસ્તારોમાં આવેલા ખેતરોમાંથી હજુ પાણી ઓસર્યા નથી

પાલનપુર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
સીપુ ડેમમાં હાલમાં પાણીની આવક નોધાઈ નથી જેના લીધે ડેમ તળિયા ઝાટક દેખાઈ રહ્યો છે. - Divya Bhaskar
સીપુ ડેમમાં હાલમાં પાણીની આવક નોધાઈ નથી જેના લીધે ડેમ તળિયા ઝાટક દેખાઈ રહ્યો છે.
  • જિલ્લામાં સૌથી વધુ સુઈગામમાં સિઝનનો 90 ટકા વરસાદ
  • સૌથી ઓછો ધાનેરામાં 40 ટકા વરસાદ વરસ્યો,દાંતીવાડા,સીપુ અને મુક્તેશ્વરમાં નહીંવત આવક

આ વર્ષે જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં વરસાદની સારી સ્થિતિ છે. જિલ્લામાં સહુથી વધુ વરસાદ દાંતા તાલુકામાં નોંધાયો છે. જિલ્લામાં સરેરાશ વરસાદ જે તાલુકામાં નોંધાય છે તેમાં સુઈગામમાં સિઝનનો 90 ટકા વરસાદ વરસી જતા હજુ કેટલાક ગામોમાં નીચાણ વાળા વિસ્તારોમાં આવેલા ખેતરોમાંથી હજુ પાણી ઓસર્યા નથી. સમગ્ર બનાસકાંઠા જિલ્લાના જુદા જુદા 14 તાલુકા મળી સીજનનો 62 ટકા વરસાદ નોંધાયો છે,

જેમાં સુઈગામ 89.68 ટકા, થરાદમાં 77.85 ટકા, દાંતાના 74.68 ટકા, ભાભરમાં 73.35 ટકા, દિયોદરમાં 69.98 ટકા,વાવમાં 68.09 ટકા, વડગામમાં 66.24 ટકા, કાંકરેજના 56.24,પાલનપુરમાં 55.22,ડીસામાં 52 64,અમીરગઢમાં 50.46, લાખણીમાં 47.87, દાંતીવાડામાં 47.53 જ્યારે સહુથી ઓછો ધાનેરામાં 40 ટકા વરસાદ નોંધાયો છે.બીજીતરફ જિલ્લાના દાંતીવાડા સીપુ અને મુક્તેશ્વર ડેમ હજુ ખાલીખમ છે. અને નોંધપાત્ર પાણીની કોઈ આવક થઈ નથી. હજુ રાજ. દાંતાના પહાડોમાં સારો વરસાદ થાય એવી ખેડૂતો મીટ માંડીને બેઠા છે.

ડેમની સ્થિતિ
ડેમ હાલની સ્થિતિ ટકાવારી
દાંતીવાડા 553.35 ફૂટ 8.95
સીપુડેમ 00 -00
મુક્તેશ્વર 190.52મીટર 3.38 ટકા

અઢી મહિનામાં ક્યાં કેટલો વરસાદ

અમીરગઢ16.36 ઈંચ
કાંકરેજ10.92
ડીસા15.88
થરાદ14.76
દાંતા26
દાંતીવાડા15
દિયોદર18.64
ધાનેરા9.96
પાલનપુર17.16
ભાભર16.92
લાખણી11.28
વડગામ21.16
વાવ10.96
સુઈગામ19.96

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...