ટ્રેન વ્યવ્હાર પ્રભાવિત:અમદાવાદ -રાજસ્થાન વચ્ચે દોડતી 6 ટ્રેન રદ કરાઈ, 6 ટ્રેનના રૂટ બદલાયા

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાંદ્રા - જોધપુર એક્ષપ્રેસ ટ્રેન પાટા ઉપરથી ઉતરી જતાં ટ્રેન વ્યવ્હાર પ્રભાવિત

બાંદ્રા - જોધપુર એક્ષપ્રેસ ટ્રેન પાટા ઉપરથી ઉતરી જતાં ટ્રેન વ્યવ્હાર પ્રભાવિત થયો હતો. જેના પગલે સોમવારે 6 ટ્રેનો રદ કરાઈ હતી. જ્યારે 6 ટ્રેનોનો રૂટ બદલાયા છ.જોધપુર ડિવિઝનના રાજકિયા વાસ-બોમદરા સેક્શનમાં ટ્રેન નંબર 12480 બાંદ્રા ટર્મિનસ - જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી ઉતરી જવાને કારણે પશ્ચિમ રેલવેની લાંબા અંતરની ટ્રેનોને અસર થઈ છે. તેને રદ કરવામાં આવી છે તેમજ ડાયવર્ટ કરવામાં આવી હતી. જેમાં ટ્રેન નંબર 14894 પાલનપુર-જોધપુર એક્સપ્રેસ તારીખ 03/01/2023ના રોજ રદ કરાઈ છે.

આ ટ્રેન રદ કરી દેવાઈ
ટ્રેન નંબર 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ, ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ, ટ્રેન નંબર 14819 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ, ટ્રેન નંબર 14804 સાબરમતી-જેસલમેર એક્સપ્રેસ અને ટ્રેન નંબર 14893 જોધપુર-પાલનપુર એક્સપ્રેસ તારીખ 02/01/2023ના દિવસે રદ કરવામાં આવી હતી.

આ ટ્રેનો ડાયવર્ટ કરાઈ
02/01/2023 ના રોજ ટ્રેન નંબર 14707 બિકાનેર-દાદર રાણકપુર એક્સપ્રેસને લુણી-ભીલડી જં.-પાટણ-મહેસાણા થઈને, ટ્રેન નંબર 22473 બિકાનેર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસને લુણી-ભીલડી જં.-પાટણ-મહેસાણા થઈને, ટ્રેન નંબર 14802 ઇન્દોર-જોધપુર એક્સપ્રેસને ચંદેરિયા-મદાર-ફૂલેરા જં.-મેરતા રોડ થઈને, ટ્રેન નંબર 14801 જોધપુર-ઈન્દોર એક્સપ્રેસને જોધપુર-મેરતા રોડ-ફૂલેરા જં.-મદર-ચંદેરિયા થઈને, ટ્રેન નંબર 19223 અમદાવાદ-જમ્મુ તાવી એક્સપ્રેસ પાલનપુર-મારવાડ જં.-મદાર-ફૂલેરા જં.-મેરતા રોડ (બાય પાસ)-બીકાનેર થઈને અને ટ્રેન નં. 12479 જોધપુર-બાંદ્રા ટર્મિનસ સૂર્યનગરી એક્સપ્રેસ લુણી-ભીલડી જં.-પાટણ-મહેસાણા થઈને ચલાવવા માટે ડાયવર્ટ પણ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...