કોરોના અપડેટ:બનાસકાંઠામાં નવા 6 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 25 પર પહોંચી

બનાસકાંઠા (પાલનપુર)21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • RTPCR 1607 અને એન્ટિજન 888 ટેસ્ટ કરવામાં આવતા 6 કેસ નોંધાયા

બનાસકાંઠા જિલ્લામાં ફરી એક વખત ધીમે ધીમે કોરોના પોઝિટિવ કેસ સામે આવવા લાગ્યા છે જેમાં આજે 6 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 25 પર પહોંચી છે. જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા કુલ 2495 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી 6 કેસ પોઝિટિવ આવ્યા હતા.

બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થયો છે. જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 25 પર પહોંચી છે. આરોગ્ય વિભાગ દ્વારા RTPCRના 1607, ANTIGEN 888 એમ કુલ 2495 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી બે તાલુકામાં છ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે,

વડગામમાં 3 અને થરાદમાં 3 કેશ નોંધાયા છે. જ્યારે જિલ્લામાંથી ત્રણ લોકોને ડિસ્ચાર્જ કરાયા છે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થતાં વહીવટી તંત્રએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...