બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા:છેલ્લા 24 કલાકમાં થરાદમાં 6 ઇંચ ખાબક્યો, દાંતીવાડા ડેમમાં નવા નીરની આવક થતાં ખેડૂતોમાં હરખની હેલી

બનાસકાંઠા (પાલનપુર)20 દિવસ પહેલા
  • જિલ્લામાં ધીમીધારે શરૂઆત કરી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી

બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. છેલ્લા બે દિવસથી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદે ધીમીધારે શરૂઆત કરી હતી અને મોડી રાત સુધી અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. જેમાં થરાદમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. તો લાખણીમાં ચાર ઇંચ, વડગામ અને સુઈગામમાં સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા
બનાસકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સારા વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જિલ્લામાં અત્યાર સુધી એવરેજ 51.34 ટકા વરસાદ નોંધાયો છે. જિલ્લાની જીવાદોરી સામાન ગણાતા દાંતીવાડા ડેમમાં બનાસ નદીમાં વધારે પાણી આવતા પાણીની આવક શરૂ થઇ ગઈ છે. જેને લઈ ખેડૂતોમાં ખુશી જોવામાં મળી છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અમીરગઢમાં 34 મિમી, કાંકરેજમાં 10 મિમી, ડીસામાં 54 મિમી, થરાદમાં 150 મિમી, દાંતામાં 67 મિમી, દાંતીવાડામાં 37 મિમી, દિયોદરમાં 25 મિમી, ધાનેરામાં 58 મિમી, પાલનપુરમાં 75 મિમી, ભાભરમાં 36 મિમી, લાખણીમાં 96 મિમી, વડગામમાં 81 મિમી,વાવમાં 65 મિમી અને સુઈગામમાં 81 મિમી વરસાદ નોંધાયો છે.

જિલ્લામાં 51.34 ટકા એવરેજ વરસાદ
બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાં એવરેજ વરસાદ જોઈએ તો અમીરગઢમાં 43.67 ટકા, કાંકરેજમાં 45.32 ટકા, ડીસામાં 44.2 ટકા, થરાદમાં 67.93 ટકા, દાંતામાં 53.99 ટકા, દાંતીવાડામાં 49.56 ટકા, દિયોદરમાં 61.87 ટકા, ધાનેરામાં 22.62 ટકા, પાલનપુરમાં 45.82 ટકા, ભાભરમાં 68.67 ટકા, લાખણીમાં 37.17 ટકા, વડગામમાં 56.10 ટકા, વાવમાં 59.64 ટકા અને સુઇગામમાં 85.54 ટકા 2022નો એવરેજ વરસાદ નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...