કોરોના સંક્રમણ:બનાસકાંઠામાં કોરોનાના 6 કેસ નોંધાયા

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા જીલ્લામાં મંગળવારે 6 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યાં ડીસા 1, સુઇગામ 2, વાવ 1, ધાનેરા 1 અને કાંકરેજમાં 1 કેસો નવા આવ્યા હતા. દરમિયાન એકટિવ કેસોની સંખ્યા 26 થઇ છે. બનાસકાંઠા જીલ્લામાં કોરોના પોઝિટિવ કેસો નોંધાઇ રહ્યા છે. આ અંગે ડો. જીજ્ઞેશ હરિયાણીએ જણાવ્યું કે, મંગળવારે આરટીપીસીઆર 793, એન્ટીજન 694 મળી કુલ 1487 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકી ડીસા 1, સુઇગામ 2, વાવ 1, ધાનેરા 1 અને કાંકરેજમાં 1 કેસો નવા આવ્યા હતા.

જીલ્લામાં ઘરે સારવાર લઇ રહેલા 5 દર્દીઓએ કોરોને હરાવી સ્વસ્થ થતાં હવે એકટિવ કેસોની સંખ્યા 26 થઇ છે. જેમાં અમીરગઢ 1, ભાભર 1, દાંતીવાડા 1, ડીસા 4, ધાનેરા 3, કાંકરેજ 2, લાખણી 1, પાલનપુર 5, સુઇગામ 2, થરાદ 2, વડગામ 1 અને વાવમાં 3 કેસોનો સમાવેશ થાય છે.

મહેસાણામાં 31 અને પાટણમાં 27 કોરોનાના કેસ,સા.કાં.માં 1 કેસ
મહેસાણા| મહેસાણા જિલ્લામાં મંગળવારે 10 શહેરી અને 21 ગ્રામ્ય વિસ્તારના મળી સતત બીજા દિવસે 31 કેસ નોંધાયા હતા. 31 કેસ પૈકી 3 ખાનગી લેબના અને 2 એન્ટિજન ટેસ્ટમાંથી પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. જિલ્લામાં સૌથી વધુ 16 કેસ મહેસાણા શહેર અને તાલુકાના રહ્યા હતા. પાટણ જિલ્લામાં બે દિવસ કેસ ઘટ્યા બાદ ફરી બુધવારે કોરોનાના કેસમાં ઉછાળો આવી એક સાથે જિલ્લામાં નવાં 27 કેસ ચૌથી લહેરમાં પ્રથમ વાર નોંધાતા આરોગ્ય વિભાગ સહીત વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું.

જ્યારે હિંમતનગરમાં હિંમતનગરમાં મંગળવારે વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 11 થઇ છે જ્યારે 5 વ્યક્તિ કોરોના મુક્ત થતાં ડિસ્ચાર્જ જાહેર કરાયા છે. હિંમતનગર શહેરના મહાવીરનગરની શાંતિનગર સોસાયટીમાં રહેતા 16 વર્ષીય કિશોરનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે અને તે હોમ આઇસોલેશનમાં છે તેમજ તેણે વેક્સિનના બંને ડોઝ લીધા છે તેની તબીયત સ્ટેબલ છે.

અન્ય સમાચારો પણ છે...