બનાસકાંઠા જિલ્લામાં લંપી વાઈરસનો કહેર જોવા મળી રહ્યો છે. જિલ્લાના 9 તાલુકા લંપી વાઈરસની ઝપેટમાં આવ્યા છે. વધતાં જતાં લંપી વાઈરસના કહેર વચ્ચે આજે 525 જેવા પશુઓ પર રોગની અસર જોવા મળી છે. જેમાં આજે 22 જેટલાં પશુઓના મોત નીપજ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં કુલ 320 ગામોમાં પશુઓમાં લંપી વાઈરસની અસર દેખાઈ છે.
બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં 121 પશુઓના મોત
બનાસકાંઠા જિલ્લામાં લંપી વાઈરસ પશુઓમાં જોવા મળતા વહીવટી તંત્ર દોડતું થયું છે. જેમાં આજે નવા 525 પશુઓ ઉપર રોગની અસર જોવા મળી છે. આજે 22 જેટલાં પશુઓના મોત નીપજ્યા છે.જિલ્લાના 9 તાલુકાના 320 ગામો સુધી લમ્પી વાઈરસ ફેલાઈ ગયો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 4500થી વધુ પશુઓ લમ્પી વાઈરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જ્યારે 121 પશુઓના મોત નિપજી ચૂક્યા છે. વાઈરસનું સંક્રમણ વધતા જિલ્લામાં વેક્સિનેશનની કામગીરી વધારવામાં આવી છે.
કયા તાલુકાના કેટલા ગામમાં લમ્પીની અસર?
9 તાલુકાઓમાં લંપી વાઇરસની અસર જોઈએ તો ડીસા તાલુકાના કુલ 24 ગામ, કાંકરેજ તાલુકના કુલ 35 ગામ, વાવ તાલુકના કુલ 52 ગામ, થરાદ તાલુકાના કુલ 59 ગામ, ભાભર તાલુકાના કુલ 29 ગામ,દિયોદર તાલુકાના કુલ 34 ગામ, ધાનેરા તાલુકાના કુલ 25 ગામ, સુઈગામ તાલુકાના કુલ 32 ગામ, લાખણી તાલુકાના કુલ 30 ગામ મળી બનાસકાંઠા જિલ્લા કુલ 320 ગામોમાં લંપી વાઈરસ અસરગ્રસ્ત થયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.