ટ્રક ચાલક ફરાર:પાલનપુર નજીક ટ્રકમાં કલતખાને લઇ જવાતાં 49 પશુઓ બચાવાયાં

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જીવદયાપ્રેમીઓએ ટ્રક રોકાવતાં ચાલક ફરાર થઈ ગયો

પાલનપુર - અંબાજી હાઇવે ઉપર વીરપુર ચોકડી નજીકથી જીવદયાપ્રેમીઓએ શનિવારે એક ટ્રકમાં કતલખાને લઇ જવાતાં 49 પશુઓ બચાવી લીધા હતા. ત્રણ પશુઓના મોત થયા હતા. નાસી ગયેલા શખ્સ સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પુર જુનાલક્ષ્મીપુરાના જીવદયાપ્રેમી ઉર્વેશકુમાર મહેન્દ્રભાઇ પટેલ, ગોપાલભાઇ મુળચંદભાઇ મીણા, રાહુલભાઇ વિજયભાઇ જૈન, લાલજીભાઇ અમરતભાઇ દેસાઇએ ધનિયાણા ચોકડી તરફથી આવેલી ટ્રક નં. જીજે. 02. ઝેડ.ઝેડ. 8611નો પીછો કરી ઉભી રખાવી હતી. જેનો ચાલક નાસી છુટ્યો હતો.

આ અંગે જાણ કરવામાં આવતાં તાલુકા પોલીસની ટીમ ઘટનાસ્થળે આવી હતી. જ્યાંથી ટ્રક પોલીસ સ્ટેશને લઇ જઇ ડીસા જય જલીયાણ ગૌસેવા ટ્રસ્ટમાં લઇ જવાઇ હતી. જ્યાં તપાસ કરતાં ટ્રકમાંથી ઘાસચારા કે પાણીની વ્યવસ્થા કર્યા વિના ખીચોખીચ હાલતમાં ભરેલા 49 પાડા- પાડી મળી આવ્યા હતા. જ્યારે ત્રણ પશુઓના મોત થયા હતા. આ અંગે ઉર્વેશકુમાર પટેલે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...