સાર્વત્રિક વરસાદ:બનાસકાંઠાના ડીસામાં છેલ્લા 24 કલાકમાં 46 MM અને સુઈગામમાં 39 MM વરસાદ, ખેડૂતો ખેતી કામમાં જોતરાયા

બનાસકાંઠા (પાલનપુર)3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હવામાન વિભાગની આગાહીના પગલે જિલ્લામાં હજુ વધુ વરસાદ પડવાની શક્યતા

બનાસકાંઠા જિલ્લામાં ભારે ઉકાળાટ બાદ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં છેલ્લા 24 કલાકમા ડીસામા 46 MM, સુઈગામ 39 MM, વડગામમા 34 MM સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા પાણી જ પાણી થઈ ગયું હતું. ડીસામાં વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમા ઠેર-ઠેર પાણી ભરાયા હતા. જોકે, સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. ખેડૂતો હાલ વાવણીના કામમાં જોતરાયા છે.
ખેડૂતોમાં ખુશીનો માહોલ
બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં એવરેજ 31.61 ટકા વરસાદ નોંધાયો છે. ખેડૂતોએ વરસાદી સીઝનમાં ખેતી કરવાનું શરૂ કર્યું છે. જિલ્લામાં અને ઉપરવાસમાં હજુ પણ સારો વરસાદ થાઈ તો જિલ્લાના જળાશયો ભરાય જેથી ખેડૂતોને ખેતી કામમાં મદદ મળી શકે. ગત વર્ષે વરસાદ નહિવત પડતા મોટા ભાગના તળાવો અને ડેમોમાં પાણી સુકાઈ ગયા હતા જેથી ખેડૂતોના પાકો સુકાવા લાગતા નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. જોકે, હાલ ચોમાસુ સીઝનમાં સારો વરસાદ પડે અને ડેમો તળાવો છલોછલ ભરાઈ જાય તેવી ખેડૂતો આશા રાખીને બેઠા છે.
​​​​​​​ક્યા કેટલો વરસાદ નોંધાયો?
​​​​​​​
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદના આંકડા જોઈએ તો અમીરગઢમા 01 MM, કાંકરેજમા 06 MM, ડીસામાં 46 MM, થરાદમાં 21 MM, દાંતામા 23 MM, દાંતીવાડામાં 02 MM, દિયોદરમાં 10 MM, ધાનેરામાં 04 MM, પાલનપુરમાં 17 MM, ભાભરમાં 04 MM, લાખણીમાં 20 MM, વડગામમાં 34 MM, વાવમાં 13 MM, સુઈગામમાં 39 MM સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. જિલ્લામાં વાવણી લાયક વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. હવામાન વિભાગની વરસાદની આગાહીને પગલે વધુ વરસાદ પડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. જેને લઈ તંત્ર એલર્ટમાં છે.

અન્ય સમાચારો પણ છે...