લમ્પી વાઈરસનો કહેર:બનાસકાંઠા જિલ્લામાં આજે નવા 458 કેસ નોંધઆયા, 20 પશુઓના મોત

બનાસકાંઠા (પાલનપુર)13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બનાસકાંઠા જિલ્લામાં વધુ 9 તાલુકાના 300 ગામોમાં પશુઓમાં લંપી વાઈરસની અસર

બનાસકાંઠા જિલ્લામાં લંપી વાયરસ નો કહેર જોવા મળી રહ્યો છે જેમાં કુલ જિલ્લાના 9 તાલુકા લંપી વાયરસની જપેટમાં આવ્યા છે વધતાં જતાં લંપી વાયરસના કહેર વચ્ચે આજે 458 જેવા પશુઓ પર રોગની અસર જોવા મળી છે જેમાં આજે 20 જેટલાં પશુઓ ના મોત નીપજ્યા છે બનાસકાંઠા જિલ્લામાં કુલ 300 ગામોમાં પશુઓમાં લંપી વાયરસની અસર દેખાઈ છે.

9 તાલુકાના 300 ગામમાં 3979 પશુઓ સંક્રમિત, કુલ 99 પશુઓના મોત
બનાસકાંઠા જિલ્લામાં લંપી વાઈરસ પશુઓમાં જોવા મળતા વહીવટી તંત્ર દોડતું થયું છે. જેમાં આજે નવા 458 પશુઓ ઉપર રોગની અસર જોવા મળી છે. આજે 20 જેટલાં પશુઓના મોત નીપજ્યા છે. જિલ્લાના કુલ 9 તાલુકાઓમાં પશુ ઉપર લંપી વાઈરસની અસર જોવા મળી છે. જેમાં જિલ્લાના 300 ગામોમાં પશુઓમાં લંપી વાઈરસ અસર થઇ છે. કુલ 3979 પશુઓને લંપી વાઇરસની અસર જોવા મળી છે. જેમાં અત્યાર સુધી 99 પશુઓના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. વધતા જતા લંપી વાઈરસના કહેર વચ્ચે વહીવટીતંત્રએ ટીમોને વેક્સિનેસનની કામગીરી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...