પાલનપુર પાલિકાના વિસ્તારના રહીશોને 40 વર્ષની સમસ્યાનું 40 મીટરનું વરસાદી નાળું નાખવામાં નહીં આવે તો આ વર્ષે પણ મફતપુરાના રહીશોને ચોમાસામાં ગરકાવ રહેવું ન પડે તે માટે સ્થાનિકોએ બુધવારે રેલી યોજી પ્રી મોન્સૂન પ્લાન સામેની નારાજગી તેમજ વરસાદી પાણીનો નિકાલ કરવા પાલિકાને પાંચ દિવસનુ અલ્ટીમેટમ પાઠવી ચીફ ઓફિસરને રજુઆત કરી હતી.
મફતપુરા વિસ્તારમાં દરવર્ષે વરસાદી પાણી ભરાઈ જતા નદીની જેમ પાણી ભરાઈ રહે છે જેને લઈ સ્થાનિકોને ઘર વખરી, કપડાં તેમજ નાના બાળકોને શાળાઓમાં રાખવા પડતા હોય છે.જેને લઈ આ વર્ષે પણ સ્થાનિકોએ બુધવારે મફતપુરાના તેમજ જનતાનગરના રહીશોએ 40 વર્ષની સમસ્યા દુર કરવા રેલી યોજી પાલિકા વિરુદ્ધ સૂત્રોચાર કરી ચીફ ઓફિસરને રજુઆત કરી હતી.
આ બાબતે ઇકબાલભાઈ તેમજ મઝહર કુરેશીએ જણાવ્યું હતું કે, મફતપુરા વિસ્તારમાં ચોમાસામાં 200 ઝુંપડા વરસાદી પાણીમાં ગરકાવ થઈ જાય છે જેને લઈ છેલ્લા 6 વર્ષથી મુખ્યમંત્રી તેમજ પાલિકામાં ધરણા કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી વર્ષ 2017માં પાઈપલાઈનું કામ મંજુર થયું છે જેમાં માત્ર 40 મીટરનું કામ અધૂરું પડ્યું છે ત્યાંજ રહેતા રહીશોને ચોમાસામાં ગરકાવ રહેવું પડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.