બનાસકાંઠાના ડીસાના ભોયણ પાસે સર્જાયેલા એસટી બસ અને જીપ વચ્ચેના અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. ડીવાઈડર કુદાવી બીજા ટ્રેક પર જીપ આવી જતા એસટી બસ સાથે અથડાઈ હતી. જેના કારણે બસ રસ્તાની સાઈડમાં ઉતરી ગઈ હતી. સદનસીબે બસમાં સવાર 40 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
આજે અમદાવાદથી ધાનેરા જતી એસટી બસને ડીસાના ભોયણ પાટિયા નજીક જીપ સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા જ સ્થાનિક લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા. જેમાં બસમાં સવાર 40 જેવા લોકોનો બસના ચાલકની સમયસૂચકતાથી આબાદ બચાવ થયો હતો. જોકે, જીપ ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતાં સ્થાનિક લોકોની મદદથી નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ડીવાઈડર કુદાવી જીપ બીજા ટ્રેક પર આવી ગઈ
ડીસાના ભોયણ પાસે જીપ સવાર ડીવાઈડર કુદાવી બીજા ટ્રેક પર આવી જતા સામેથી આવી રહેલી એસટી બસ સાથે ટકરાઈ હતી. ટક્કર બાદ બસ રસ્તાની બાજુમાં ઉતરી ગઈ હતી. જેના કારણે બસમાં સવાર 40 મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા. સદનસીબે જાનહાનિ થતા અટકી હતી. જો કે, અકસ્માતમાં જીપના ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાની જાણે પોલીસ વિભાગને થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.