કોરોના:બનાસકાંઠામાં 4 સંક્રમિત, પાલનપુરમાં એકપણ કેસ નહીં

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મહેસાણામાં કોરોનાના 29, પાટણમાં 8 અને સા.કાં.6,અરવલ્લીમાં 5 કેસ નોંધાયા

બનાસકાંઠામાં શનિવારે વધુ 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યાં 1 દર્દીને રજા અપાઈ હતી.જોકે પાલનપુરમાં એકપણ કેસ નોંધાયો ન હતો. બનાસકાંઠા જિલ્લામાં શનિવારે આરોગ્ય વિભાગ દ્વારા RTPCR ના 1784 એન્ટીઝન 874 એમ મળી કુલ.2658 સેમ્પલ લેવાતા માત્ર 4 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા.જ્યાં થરાદ 1, ડીસા 1, કાંકરેજ 1, વડગામ 1 જ્યાં 1 દર્દીને રજા આપવામાં આવી હતી.જ્યાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 24 થઈ ગયા હતા.જોકે પાલનપુરમાં શનિવારે એકપણ કેસ નોંધાયો ન હતો.

ઉત્તર ગુજરાતમાં સોથ વધુ કેસ મહેસાણા જિલ્લામાં 29 કેસ નોંધાયા હતા.જ્યારે પાટણ જિલ્લામાં 8 કેસ નોંધાયા હતા અને સાબરકાંઠા જિલ્લામાં 6,અરવલ્લીમાં 5 કેસ નોંધાયા હતા.ઉત્તર ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસને લઈ આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે.

અન્ય સમાચારો પણ છે...