સફળતા:ડીસામાં ઠાકોર સમાજની લાયબ્રેરીમાં વાંચી 4 દીકરી 30 દીકરાએ સરકારી નોકરી મેળવી

પાલનપુર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સરકારી કર્મીઓએ શરૂ કરેલી લાઇબ્રેરીએ યુવક યુવતીના નસીબ બદલ્યા

ડીસામાં ઠાકોર સમાજની સૌથી મોટી લાયબ્રેરીએ 34 યુવક - યુવતીઓના નસીબ પલટાવવામાં સિંહફાળો આપ્યો છે. જેમણે વિનામૂલ્યે અભ્યાસ કરી પોલીસ, ક્લાર્ક, એસ. આર. પી., ઇ. આસિસ્ટન્ટ, વાયરલેસ એએસઆઇ, એમપીએચ ડબલ્યું તરીકે નોકરી મેળવી છે. હજુ પણ અન્ય યુવક- યુવતીઓ અભ્યાસ કરી નસીબ પલટાવવા માટે મહેનત કરી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લાની ઠાકોર સમાજની સૌથી મોટી લાયબ્રેરી ડીસા ખાતે કાર્યરત છે. જે અગાઉ ભાડાના મકાનમાં ચાલતી હતી. જેને રૂપિયા 50 લાખના ખર્ચે પોતાના મકાનમાં શરૂ કરવામાં આવી છે. ડીસા તાલુકાના ઠાકોર સમાજના 242 પુરૂષ અને 15 મહિલા કર્મચારીઓ તેનું દરમાસે પોતાના પગારમાંથી ફાળો એકત્ર કરી સંચાલન કરી રહ્યા છે. આ લાયબ્રેરીમાં વિનામૂલ્યે અભ્યાસ કરીને અત્યાર સુધીમાં 34 યુવક - યુવતીઓએ પોલીસ, ક્લાર્ક, એસ. આર. પી., ઇ. આસિસ્ટન્ટ, વાયરલેસ એએસઆઇ, એમપીએચ ડબલ્યું તરીકે નોકરી મેળવી છે.

કોરોનામાં મૃત્યુ પામેલા પિતાનું સ્વપ્ન પોલીસ બનીને સાકાર કર્યુ
ડીસા તાલુકાના દેલાણીયાપુરાના અંજલીબેનના પિતા ઇચ્છતા હતા કે દીકરી શિક્ષણ મેળવી સરકારી નોકરી કરે જોકે, અંજલીબેનના લગ્ન કરાવી કોરોનાની બીજી લહેરમાં તેમનું નિધન થયું હતુ. ત્યારે અંજલીબેને હિંમત હાર્યા વગર ઘરની જવાબદારીની સાથે સાથે તેમના પતિ સાગરકુમાર, કાકા, પરિવારની મદદથી પોલીસ કોન્સ્ટેબલની તૈયારીઓ શરૂ કરી હતી.

ઢુવા ગામે રસીકજી ઠાકોર દ્વારા ચલાવવામાં આવતા રનીંગ ગ્રાઉન્ડમાં પ્રેકટીસ કરી શિક્ષક શ્રવણજીની મદદથી ડીસાની ઠાકોર સમાજની લાયબ્રેરીમાં વાંચન કરી આખરે બિન હથિયારી પોલીસ કોન્સટેબલની પરીક્ષા 71.50 ટકા સાથે પાસ કરી સ્વર્ગસ્થ પિતાનું સ્વપ્ન સાકાર કર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...