લમ્પી વકર્યો:બનાસકાંઠામાં 37750 પશુઓમાં લમ્પી વાઇરસનું સંક્રમણ ફેલાયું, 859 પશુઓના મોત

બનાસકાંઠા (પાલનપુર)10 દિવસ પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાઇરસનો કહેર જોવા મળી રહ્યો છે. જેમાં કુલ જિલ્લાના 14 તાલુકા લમ્પી વાઇરસની ઝપેટમાં આવ્યા છે. વધતાં જતાં લમ્પી વાઇરસના કહેર વચ્ચે આજે નવા 125 જેટલા પશુઓ પર રોગની અસર જોવા મળી હતી. જ્યારે 8 જેટલાં પશુઓના મોત નીપજ્યા હતા. જિલ્લામાં કુલ 968 ગામોમાં પશુઓમા લમ્પી વાઇરસની અસર દેખાઈ છે. જેમા તંત્ર દ્વારા જિલ્લામા 12 લાખ 9 હજાર 957 જેટલાં પશુઓને રસીકરણ કરવામાં આવ્યું છે.

968 ગામોમાં લમ્પીનું સંક્રમણ ફેલાયું
બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાઇરસ પશુઓમાં જોવા મળતા વહીવટી તંત્ર દોડતું થયું છે. આજે નવા 125 પશુઓ ઉપર રોગની અસર જોવા મળી હતી. જ્યારે 8 પશુઓના મોત નીપજ્યા હતા. જિલ્લાના 14 તાલુકાના 968 ગામોમાં લમ્પીનું સંક્રમણ ફેલાયું છે. અત્યાર સુધી કુલ 37 હજાર 750 પશુઓ લમ્પીની ઝપેટમાં આવ્યા છે. જ્યારે અત્યાર સુધી કુલ 867 પશુઓના મોત નિપજ્યા છે.

અન્ય સમાચારો પણ છે...