બનાસકાંઠા જિલ્લામાં સાત બોર્ડરો આવેલી છે. જેમાં ચૂંટણીને ધ્યાને રાખી વહીવટી તંત્ર દ્વારા 30 જેટલી ચેકપોસ્ટો ઉભી કરવામાં આવી છે. જેમાંથી ઈશાન સરહદે આવેલા અમીરગઢ માવલ ચેકપોસ્ટ પર SST ટીમ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન 3.46 એક અરટિગા ગાડીમાંથી મળી આવતા રોકડ રકમને સીલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022ની આદર્શ આચાર સંહિતા અને ચૂંટણી ખર્ચ ૫૨ દેખરેખ નિયંત્રણ અન્વયે 10 દાંતા વિધાનસભા મતદાર વિભાગમાં આવેલ આવલી અમીરગઢ ચેકપોસ્ટ ૫૨ સ્ટેટીક સર્વેલન્સ ટીમ SST દ્વારા સઘન વાહન ચકાસણી દ૨મ્યાન પ્રકાશ કનીરામ રહે.જાનુદ્રા તા.મારવાડ જિ. પાલી રાજસ્થાનની અરટીગા ગાડી RG-07AU-4689માંથી 3 લાખ 46 હજાર રોકડા મળેલા જે અંગે સબંધિત ઇસમ દ્વારા કોઈ સંતોષકારક ખુલાસો કે પુરાવા રજુ ન કરતાં ફલાઈંગ સ્કવોર્ડ ટીમ દ્વારા આ રકમ જપ્ત કરવામાં આવી અને તે રકમ સીલ કરી જિલ્લા તિજોરી કચેરી બનાસકાંઠા-પાલનપુર ખાતે સ્ટ્રોંગરૂમમાં મોકલી આપી ખર્ચ નિયંત્રણ સમિતિને જાણ કરવામાં આવેલ છે તેમ ચૂંટણી અધિકારી 10 દાંતા વિધાનસભા મતદાર વિભાગ અને નાયબ કલેક્ટરે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.