નોટાના વોટ નિર્ણાયક રહ્યા:બ.કાં.જિલ્લામાં 31800 મત નોટામાં પડ્યા, સૌથી વધુ દાંતા બેઠકમાં 5231

પાલનપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દાંતા, વડગામ અને કાંકરેજમાં પાતળી સરસાઇથી હાર-જીત માટે નોટાના વોટ નિર્ણાયક રહ્યા

જિતેન્દ્ર પઢિયાર
બનાસકાંઠાની 9 વિધાનસભા વિસ્તારમાં 31800 મત નોટામાં પડ્યા હતા. જેમાં સૌથી વધુ દાંતા વિસ્તારમાં 5213 મતો પડ્યા હતા. જ્યારે દાંતા, વડગામ અને કાંકરેજમાં પાતળી સરસાઇથી હાર-જીત માટે નોટાના વોટ નિર્ણાયક રહ્યા હતા.

જે મતદારને ઉમેદવાર ન ગમતો હોય તે મતદાર નોટાનું બટન દબાવી શકે છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાની નવ વિધાનસભા વિસ્તારમાં 31806 મતદારોને ઉમેદવાર ન ગમતાં નોટામાં વોટ કર્યા હતા. જેમાં દાંતામાં કોંગ્રેસના ઉમેદવાર કાન્તિભાઇ ખરાડી 6327 મતે વિજય થયા હતા. જ્યારે નોટામાં 5213 મત પડ્યા હતા. આવી જ રીતે વડગામમાં કોંગ્રેસના ઉમેદવાર જીગ્નેશ મેવાણી 4796 મતે વિજય થયા હતા. જ્યારે નોટામાં 2877 વોટ પડ્યા હતા.

આ ઉપરાંત કાંકરેજમાં કોંગ્રેસના અમૃત ઠાકોર 5295 મતે વિજય થયા હતા. જ્યારે નોટામાં 3818 મત પડ્યા હતા. વાવમાં 3997 મતો, થરાદમાં 3466 મતો, ધાનેરામાં 3811 મતો, ડીસામાં 2851 મતો, પાલનપુરમાં 2702 મતો અને દિયોદરમાં 3071 મતો નોટોમાં પડ્યા હતા. આમ 31806 મતો કેટલીક બેઠક પર નિર્ણાયક રહ્યા હતા.

2017માં પણ સૌથી વધુ દાંતામાં 6461 મતો નોટામાં પડ્યા હતા
2017માં બનાસકાંઠા જિલ્લાની 9 વિધાનસભામાં 33,606 મતો નોટામાં પડ્યા હતા. ત્યારે પણ સૌથી વધુ દાંતામાં 6461 મત નોટામાં પડ્યા હતા. જ્યારે લોકો એવું પણ કહેતા હતા કે સૌથી નીચેનું બટન નોટાનું હોવાથી મતદારોને ગેરસમજ થતાં નોટામાં વધુ મતો પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...