ગમખ્વાર અકસ્માતના CCTV:પાલનપુર-અમદાવાદ હાઇવે પર ઊભેલી ટ્રક પાછળ બસ ધડાકાભેર અથડાઈ, 3 લોકોનાં કરુણ મોત, 23 ઇજાગ્રસ્ત

પાલનપુર3 મહિનો પહેલા
  • ટ્રક પાછળ બસ ઘૂસી જતાં થયેલા અકસ્માતના સીસીટીવી સામે આવ્યા
  • બસ અને ટ્રક અકસ્માતમાં 3નાં મોત, 23 લોકો ઘાયલ થયા હતા

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર-અમદાવાદ હાઈવે પર તારીખ 14 મે, 2022ના રોજ વહેલી સવારે ત્રણ વાગ્યાના સમયે એક બસ ઊભેલી ટ્રક પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી હતી. આ ગમખ્વાર અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. નોંધનીય છે કે આ અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને 23 જેવા લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

બસ ટ્રક પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો.
બસ ટ્રક પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો.

ગોઝારા અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં
બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર-અમદાવાદ હાઇવે પર એક બસ ટ્રક પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતાં જ ઘટનાસ્થળ પર સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને બસમાંથી બહાર કાઢવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. જોકે અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને 23 જેટલા લોકો ઘાયલ થયા હતા.

અકસ્માતમાં 3 લોકોનાં મોત અને 23 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
અકસ્માતમાં 3 લોકોનાં મોત અને 23 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

બસ ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ
બનાવને પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે મોડી રાતના આ બનાવના હાલમાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં બસને ટ્રક સાથે ધડાકાભેર અથડાતી જોઇ શકાય છે.

ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.
ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.
અન્ય સમાચારો પણ છે...