રેસ્ક્યુ:પાલનપુર હનુમાન ટેકરી પાસેથી કતલખાને લઇ જવાતાં 299 બકરાં ટ્રકમાંથી બચાવાયા

પાલનપુર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જીવદયા પ્રેમીઓએ મોડી રાત્રે ટ્રક રોકાવી સિદ્ધપુરના ચાલકને પોલીસને સોંપ્યો

પાલનપુર હનુમાન ટેકરી નજીક ગુરુવારે મોડી રાત્રે જીવદયાપ્રેમીઓએ રાજસ્થાન તરફથી આવતી ટ્રકને રોકાવી તલાસી લેતા અંદર ભરેલા 299 બકરાને કતલખાને લઇ જવાતા બચાવી લીધા હતા. અને સિદ્ધપુરના ટ્રકચાલકને પોલીસને સોંપ્યો હતો. પોલીસે તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પાલનપુરના જીવદયાપ્રેમી રાહુલકુમાર બાબુજી માજીરાણા, સંજયભાઈ હરખાભાઈ પ્રજાપતિ ગોપાલભાઈ મીણા સહિતએ મળેલી બાતમીના આધારે પાલનપુર હનુમાન ટેકરી નજીક ગુરૂવારે મોડીરાત્રે વોચ ગોઠવી હતી.

જ્યાં રાજસ્થાન તરફથી આવેલી ટ્રક નંબર જીજે.24.વી.8383ને ઉભી રખાવી પશ્ચિમ પોલીસને બોલાવી હતી. અને ટ્રકની તલાસી લેતા તેમાં ઘાસચારો તેમજ પાણીની વ્યવસ્થા કર્યા વગર ક્રૂરતા રીતે ભરેલા 299 બકરા મળી આવ્યા હતા. આ અંગે રાહુલકુમાર માજીરાણાએ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક હાલ સિધ્ધપુર તાવડીયા ચાર રસ્તા ગુલિસ્તાંપાર્ક સોસાયટી અને મૂળ સિધ્ધપુર તાલુકાના વાઘણા ગામના સુફિયાનખાન ઉસ્માનખાન નાગોરીની અટકાયત કરી તેની સામે પશુ ક્રૂરતા નિવારણની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...