કાર્યવાહી:બનાસકાંઠામાં પાંચ શખ્સો પાસેથી 19250ની 290 ફીરકી કબ્જે લેવાઈ

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પ્રતિબંધ હોવા છતાં જીવલેણ ચાઈનીઝ દોરીનું ચોરી છુપીથી વેચાણ

બનાસકાંઠા જિલ્લામાં ગુરુવારે એસ.ઓ.જી સહિત પોલીસની ટીમોએ પાલનપુર ડીસા ભીલડી અને ભાભરમાં તપાસ કરી હતી. જ્યાંથી પાંચ શખ્સો પાસેથી રૂપિયા 19250ની ચાઈનીઝ દોરીની 290 ફીરકી કબ્જે લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

જેમાં પાલનપુરના નાનીબજાર વિસ્તારમાં પોસ્ટ ઓફિસની સામેની ગલીમાં એક શખ્સ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરી રહ્યો હોવાની બાતમી આધારે પોલીસે સ્થળ પર જઈ તપાસ હાથ ધરી હતી. જ્યાં અલતાફભાઈ ઇસુભાઈ સુમરા (રહે.જુનાડાયરા, ઇમામખાના પાસે)ને પોલીસે ઝડપી લીધો હતો.

જેની પાસેથી પ્લાસ્ટિકના કટામાં રહેલી રૂપિયા 1200ની ચાઈનીઝ દોરીની 2 હજાર વારની ફીરકી નંગ 6 તેમજ રૂપિયા 1800ની 7 હજાર વારની ફીરકી નંગ 6 મળી કુલ રૂપિયા 3000ની ફિરકી નંગ 12 કબ્જે લીધી હતી. જ્યારે શહેરના ગોબરી રોડ રામનગર ત્રણ રસ્તા પાસે પોલીસે પતંગના સ્ટોલ ઉપર તપાસ કરી હતી. જ્યાંથી વેપારી મુકેશભાઈ રામાભાઈ ઓડ પોલીસને જોઈને નાસી ગયો હતો. ટીમે સ્ટોલમાં તપાસ કરતા રૂપિયા 2800 ની ચાઈનીઝ દોરીની ફીરકી નંગ 14 મળી આવી હતી.

ડીસાના રાણપુર રોડ પર રિજમેનટ વિસ્તારમાં પતંગ દોરીનો ધંધો કરતાં જયદીપ છગનભાઈ માજીરાણા ને ત્યાં તપાસ કરી હતી અને તપાસ દરમિયાન તેની લારીમાંથી ચાઇનીઝ દોરીની 11,500ની 230 ફીરકી અને 23 બોક્ષ જપ્ત કર્યા હતા. ઉત્તર પોલીસે ચાઈનીઝ દોરી વેચનાર જયદીપ સામે આઇ.પી.સી. કલમ 188 મુજબ ગુનો નોંધ્યો હતો.

ભાભરમાં દોરીની સાથે તુક્કલ જપ્ત
ભાભરમાં વાવ સર્કલ થી આગળ કટલરી સ્ટોર્સની પાસે રોડ ઉપર થેલીમાં ચાઈનીઝ દોરી વેચતા ભાભર તાલુકાના નેસડા ના વિષ્ણુભાઈ ભીખાભાઈ માળી પાસેથી રૂપિયા 500ની 10નંગ રોલ ચાઈનીઝ દોરી કબ્જે લીધી હતી.

ભાભર કોઈ ગામ રોડ ઉપર ગાયત્રી મંદિર પાસે જય ગોગા દુકાનમાં ચાઈનીઝ દોરી વેચતા ભાભર નવાનો વિક્રમભાઈ બળવંતભાઈ ઠાકોર પાસેથી રૂપિયા 700ની ચાઈનીઝ દોરીના 12 નંગ રોલ કબ્જે લીધા હતા. ખાડિયા વિસ્તાર લાટી બજાર તરફ જતા રસ્તે દિલ્હીમાં ચાઈનીઝ દોરી વેચી રહેલા ભાભર જુના રાસીજી પાર્ટી ના જોરુભા સંજુભા રાઠોડ પાસેથી રૂપિયા 150ની 3 રોલ ચાઈનીઝ દોરી કબ્જે લીધી હતી. આશાપુરા ટ્રેડિંગ પાસે હાર્દિક સેલ્સ નામની દુકાનમાંથી ભાભર જલારામ સોસાયટીનો હાર્દિકભાઈ ભવાનભાઈ ઠક્કર પાસેથી રૂપિયા 140ના પ્રતિબંધિત તુક્કલ નંગ 7 કબ્જે લીધા હતા

ભીલડીમાં લારીમાંથી ચાઇનીઝ દોરી કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી
ભીલડી રેલવે નાળાની સામે ડાયાજી નેનાજી લખવારાની લારી માંથી પ્લાસ્ટિકની થેલીની તપાસ કરતા રૂપિયા 600ની ત્રણ ચાઈનીઝ દોરીની ફીરકી મળી આવી હતી. જેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...