લમ્પી રોગચાળો:લમ્પીના નવા 266 કેસ,2 પશુનાં મોત, હાહાકાર મચાવનાર લમ્પીનો 9 તાલુકામાં પગપેસારો

પાલનપુર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
લમ્પીના કેસ આવ્યા બાદ બનાસ ડેરીના તબીબો સારવાર બાદ ખેતરમાં પશુપાલકોને પશુઓ અલગ રાખવાની સલાહ આપી રહ્યા છે. - Divya Bhaskar
લમ્પીના કેસ આવ્યા બાદ બનાસ ડેરીના તબીબો સારવાર બાદ ખેતરમાં પશુપાલકોને પશુઓ અલગ રાખવાની સલાહ આપી રહ્યા છે.
  • સૌથી વધુ ધાનેરાના મગરાવામાં 89 કેસ સાથે જિલ્લામાં 844 કેસ
  • 66 ગામોમાં 2100 પશુઓને વેક્સિન, વધુ બે ગાયોના મોત સાથે મૃત્યુ આંક 15
  • બીમાર પશુ જણાય તો તુરંત હેલ્પ લાઇન 1962 પર સંપર્ક કરવા તાકીદ

બનાસકાંઠા જિલ્લામાં દાંતા, અમીરગઢ, પાલનપુર અને વડગામ તાલુકા સિવાયના તમામ 9 તાલુકાઓમાં પશુઓમાં ફેલાતો લમ્પી રોગચાળો પ્રસરી રહ્યો છે. હવે આંક વધીને 844એ પહોચ્યો છે. જેમાં સૌથી વધુ ધાનેરા તાલુકાના મગરાવા ગામમાં 89 કેસ સામે આવતા નાનકડા ગામમાં હડકંપ મચી ગયો છે. જિલ્લામાં 9 તાલુકાના 66 ગામોમાં 2100 પશુઓને વેક્સિન આપવામાં આવ્યા છે. સોમવારે વધુ બે ગાયોના મોત બાદ મૃત્યુ આંક 15એ પહુચ્યો છે. લમ્પી કેસોની રોકથામને લઈ પશુપાલન વિભાગ અને બનાસ ડેરી દ્વારા ગામે ગામ સર્વિલન્સ કામગીરી હાથ ધરાઈ છે છતાં રોગચાળો વકરી રહ્યો છે.

હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા બાદ જેમ જેમ માહિતી મળી રહી છે તેમ તેમ બનાસ ડેરીના વેટરનરી તબીબો ખેડૂતોના તબેલા પર પહોંચી પશુઓની સારવાર કરી રહ્યા છે. મોટાભાગે એક પશુ માંથી બીજા પશુમાં રોગ ન પ્રસરે તેવી પ્રકારની તકેદારી રાખવવાની સૂચના આપવામાં આવી રહી છે પરંતુ હાલમાં ચોમાસાની સિઝન હોવાથી માખી મચ્છરના લીધે રોગચાળો વધુ ફેલાઈ રહ્યો છે.

પશુપાલન વિભાગના સૂત્રોએ વિગતો આપતા જણાવ્યું હતું કે " સોમવારે નવા 266 કેસ આવ્યા હતા જેના લીધે કુલ આંક 844 થયો છે સોમવારે બે મોત નોંધાયા છે જેથી કુલ આંક 15 એ પહોંચ્યો છે સોમવારે નવા 21 ગામો માં કેસો સામે આવ્યા છે કુલ ગામોની સંખ્યા પણ 66 એ પહોંચી ગઈ છે. કલેકટર બનાસકાંઠા કલેકટર આનંદ પટેલે પશુપાલન વિભાગના અધિકારીઓને જણાવ્યું કે, અત્યારે લમ્પી વાયરસની પરિસ્થિતિ અને વરસાદની પરિસ્થિતિ બંને એકસાથે છે.

આ સમયે પશુપાલકો વિશેષ જાગૃતિ કેળવી પશુઓની સાર-સંભાળ રાખે એ માટે પશુપાલકોને જાગૃત કરવા.પશુ હેલ્પલાઇન, પશુપાલન વિભાગ અને બનાસ ડેરીના સંયુક્ત આંકડા જાહેર કરાય છે .! હાલમાં ખેડૂતો જુદી જુદી ત્રણ જગ્યાઓ પૈકી કોઈ પણ જગ્યા પર પશુઓની જાણકારી આપી રહ્યા છે તેવામાં સાચો આંકડો બહાર આવે તે માટે ગુજરાત સરકારની આરોગ્યની પશુ હેલ્પલાઇન, પશુપાલન વિભાગ અને બનાસડેરીમાં આવતી રજૂઆતોનું સંકલન કરી ડેટા સરકારમાં મોકલવામાં આવી રહ્યા છે.

પશુપાલકો આટલું ધ્યાન રાખે
બીમાર પશુ જણાય તો તુરંત હેલ્પ લાઇન 1962 પર સંપર્ક કરો

• જે પણ પશુમાં આ વાઇરસના લક્ષણો દેખાય તેને અન્ય પશુથી અલગ રાખીને આઇસોલેટ કરવામાં આવે
• તેની ખાવા-પીવાની વ્યવસ્થા અલગ રાખવી જોઇએ.
• લક્ષણો દેખાય તો પશુપાલકો દેશી ઉપચાર તરીકે ઉકાળો પણ આપી શકે છે.
• આ ઉકાળામાં નાગરવેલનું પાન, કાળા મરી, 10 ગ્રામ મીઠું અને જરૂરીયાત મુજબ ગોળનો ઉપયોગ કરી તે આપવાથી પશુની રોગપ્રતિકારક શક્તિનો વધારો થશે.
• મિનરલ મિક્ચર આપવાથી પણ ઇમ્યુનિટીમાં વધારો થશે.
• રાત્રે ધુમાડો કરવામાં આવે જેથી માખી, મચ્છર અને ઉતરડીથી આ રોગને પ્રસરતો અટકાવી શકાય.

અન્ય સમાચારો પણ છે...