પશુઓનું રસીકરણ:બ.કાં.માં લમ્પી વાયરસના નવા 263 કેસ

પાલનપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ડેરીના 257 ડૉકટરોએ 24 કલાકમાં 2100 પશુઓનું રસીકરણ કર્યું, 5 લાખ ડૉઝની વ્યવસ્થા

પશુઓમાં આવેલ લમ્પી વાઇરસથી પશુપાલકોમાં ભયનો માહોલ વ્યાપો છે પરંતુ આ વાઇરસથી બિલકુલ ડરવાની કે ગભરાવવાની જરૂર નથી. બનાસકાંઠા જિલ્લામાં હાલ 10 તાલુકાઓમાં આ વાઇરસની અસર પશુઓમાં જોવા મળી રહી છે ત્યારે આ વાઇરસને ફેલાતો અટકાવવા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પગલાંઓ લેવામાં આવી રહ્યાં છે.

લમ્પી વાયરસની સારવાર, સર્વે અને અવેરનેસ માટે જિલ્લામાં 42 ટીમોમાં 84 પશુધન નિરીક્ષકો અને વેટરનરી તબીબો સેવા આપી રહ્યાં છે. આ વાઇરસના જિલ્લામાં હાલ સરેરાશ રોજના 215 જેટલાં નવા કેસો નોંધાઇ રહ્યાં છે. 15 ટકા જેટલો રિકવરી રેટ છે અને મૃત્યુનું પ્રમાણ માત્ર 1 થી 2 ટકા છે.

સઘન સર્વે સાથે તંદુરસ્ત પશુઓમાં રસીકરણ પણ ચાલી રહ્યું છે, બનાસ ડેરીના ચેરમેનના માર્ગદર્શન હેઠળ બનાસ ડેરી લમ્પી રોગથી અબોલ પશુઓને મુક્તિ મળે તે માટે વેટેનરી વિભાગની ડોક્ટરની અલગ અલગ ટીમ જિલ્લાના ગામે ગામ પ્રવાસ કરી કરી રહી છે જેમાં વિભાગના 257 ડોક્ટરો એ માત્ર એક જ દિવસમાં 2100 જેટલા લમ્પી વેક્સિનના ડોઝ બનાસ ડેરીના વેટેનરી વિભાગના ડોક્ટરોએ પશુઓને આપ્યા છે. લમ્પી વાયરસ થી રક્ષણ આપતી વેકસીનના પાંચ લાખ ડૉઝની વ્યવસ્થા બનાસ ડેરીના પશુપાલકો માટે કરવામાં આવી છે.

ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પશુઓ આપણા પોતાના છે. લમ્પી વાયરસના રોગ થકી ઓછામાં ઓછું નુકશાન થાય તે માટે વેક્સિનની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. મદદનીશ પશુપાલન નિયામક ર્ડા. જે. પી. મજેઠીયાએ જણાવ્યું હતું કે, લમ્પી વાઇરસ બનાસકાંઠા જિલ્લામાં ફક્ત ગાયોમાં જ જોવા મળ્યો છે. ભેંસ, ઘેંટા, બકરા કે અન્ય પ્રાણીઓમાં હજુ સુધી આ રોગ જોવા મળ્યો નથી. જો તમારું પશુ લમ્પી વાઇરસથી અસરગ્રસ્ત હોય તો તે પશુને સત્વરે બીજા પશુથી અલગ રાખવા અને ચરવા ન છોડવા, ટોલ ફ્રી 1962 હેલ્પ લાઇન નંબર પર અથવા નજીકના સરકારી પશુ દવાખાનાનો સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...