બેદરકાર તંત્ર:બનાસકાંઠા જિલ્લામાં વર્ષોથી 2628 પ્રધાનમંત્રી આવાસ અધૂરા

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૌથી વધુ દાંતામાં 570, થરાદમાં 261 પાલનપુરમાં 258 મકાનો હજુ બન્યાં નથી

બનાસકાંઠા જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામ્ય હેઠળ 1.20 લાખની સહાય ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવે છે. પરંતુ અપૂરતી સહાયમાં મકાન બનાવવું મુશ્કેલ હોવાથી 30 લોકોએ પ્રથમ હપ્તો પાછો આપી દીધો છે. જોકે જિલ્લામાં હજુ જુદા જુદા કારણોસર 2628 પ્રધાનમંત્રી આવાસ વર્ષોથી અધૂરા છે. જેમાં સૌથી વધુ દાંતામાં 570, થરાદમાં 261 પાલનપુરમાં 258 મકાનો પૂરા બન્યા નથી. જેની સામે 2016 થી જ્યારથી યોજના અમલમાં આવી ત્યારથી અત્યાર સુધી 21,357 મકાનો જ બન્યા છે.

ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા લોકો કાચા મકાનોમાં ન રહે અને દીવાલો વાળા પાકા મકાનમાં રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના કાર્યરત છે પરંતુ એક પણ કોન્ટ્રાક્ટર સામૂહિક રીતે આ યોજના અંતર્ગત મકાનો બનાવી આપવા તૈયાર નથી. જે પણ આ યોજનાનો લાભ લે છે તેવા લાભાર્થીઓ તમામ કામ જાતે કરે છે અને એટલે જ માત્ર 1.20 લાખમાં આ મકાન બનાવી શકે છે.

ગ્રામ વિકાસ એજન્સીના કુલદીપ ભાઈએ જણાવ્યું કે "2016 માં યોજના અમલમાં આવી 2018થી કામગીરી શરૂ થઈ હતી, જિલ્લામાં 23985ના લક્ષ્યાંક સામે 21657 મકાનો પૂર્ણ થયા છે. જેમાં 14 તાલુકાઓમાં સૌથી વધુ વાવ તાલુકામાં 3403 મકાનો પૂર્ણ થયા છે. જ્યારે 203 પ્રગતિ હેઠળ છે."

તાલુકા વાઇસ મકાનોની સ્થિતિ

પૂર્ણઅધુરા
અમીરગઢ1415141
ભાભર66849
દાંતા2023570
દાંતીવાડા702112
ડીસા1737136
દિયોદર76522
ધાનેરા2381221
કાંકરેજ3138123
લાખણી1123184
પાલનપુર1103258
સુઈગામ749199
થરાદ1723261
વડગામ630149
વાવ3200203
અન્ય સમાચારો પણ છે...