સાઇબર ક્રાઇમ:25 લાખની લોટરીની લાલચ આપીને છેતરપિંડીનો પ્રયાસ

પાલનપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોટરીની પ્રોસેસ ન કરી સાઇબર ક્રાઇમમાં જાણ કરવી
  • વોટ્સએપમાં અજાણ્યા નંબરથી વોઇસ રેકોર્ડિંગ સાથે કઇ રીતે પ્રોસેસ કરવી તે સમજાવવામાં આવે છે

પાલનપુરના વાસણ (ધા) ગામના એક મહિલાએ તાજેતરમાં નવો મોબાઇલ નંબર લીધો છે. હજુ તો આ નંબર ચાલુ કરાવ્યો ત્યાં તેમના વોટ્સએપ નંબર ઉપર અજાણ્યા શખ્સે લોટરીની ટિકિટ સાથે વોઇસ રેકોર્ડિંગ મોકલી તમને રૂપિયા 25 લાખની લોટરી લાગી છે. મુંબઇ એસબીઆઇમાંથી મેળવી લેવા માટે પ્રોસેસ કરવાનો મેસેજ કર્યો હતો.

બનાસકાંઠા જિલ્લામાં ઓન લાઇન ખરીદી, ઓન લાઇન જોબ, ઓન લાઇન વીમા સહિતના માધ્યમથી છેતરપીંડીના કિસ્સા સામે આવી રહ્યા છે. જેમાં હવે લોટરીની લાલચ આપી છેતરપીંડી કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. જ્યાં વાસણ (ધા)ના એક મહિલાએ નવો મોબાઇલ ફોન ચાલુ કરાવ્યો કે તરત જ વોટસએપમાં અજાણ્યા શખ્સે વોઇસ મેજેસ કર્યો હતો. જેમાં જણાવ્યું હતુ કે, તમારા નંબર ઉપર રૂપિયા 25 લાખની લોટરી લાગી છે. આપેલા નંબર ઉપર મુંબઇ એસબીઆઇમાં માત્ર વોટસએપ કોલ કરીને તમારી વિગતો આપી લોટરીના નાણાં મેળવી લેવા જણાવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...