29 ગામમાં લમ્પી પ્રવેશ્યો:બનાસકાંઠામાં લમ્પીમાં વધુ 22 પશુના મોત, મૃત્યુ આંક 143

પાલનપુર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવા 713 કેસ, શનિવારે વધુ 29 ગામમાં લમ્પી પ્રવેશ્યો

બનાસકાંઠા જિલ્લામાં શનિવારે 9 તાલુકાના 349 ગામડાઓના કુલ.5217 ગાયોમાં લમ્પિનો રોગ જોવા મળ્યો હતો.જ્યાં શનિવારે વધુ 713 કેસ નોંધાયા હતા. બનાસકાંઠા જિલ્લામાં લમ્પીના કેસમાં સતત વધારો થતાં વધુ 349 ગામમાં 713 કેસ નોંધાયા હતા.જ્યારે વધુ 22 ગાયોના મોત નિપજ્યા હતા.

જ્યાં ડીસા 24, કાંકરેજ 40, વાવ 54, થરાદ 65, ભાભર 33, દિયોદર 41, ધાનેરા 26, સુઈગામ 33 અને લાખણીમાં 31 કેસ નોંધાતા જિલ્લામાં અત્યાર સુધી જિલ્લામાં કુલ.5217 કેસ નોંધાઈ ચુક્યા છે.જ્યારે 22 ગાયોના મોત સાથે કુલ 143 ગાયો મોતને ભેટી હતી.જ્યારે વહીવટી તંત્ર દ્વારા હાલમાં તમામ ગામમાં સર્વે કરી ગામમાં ટ્રીટમેન્ટ આપી રહયાં છે.

બનાસકાંઠાના 29 લમ્પી પ્રસર્યો હતો.ગામમાં લમ્પી હાહાકાર મચાવી રહ્યો છે.જ્યાં પશુપાલન દ્વારા શનિવારે કુલ.26050 પશુને રસી અપાઈ હતી એમ મળી અત્યારસુધી કુલ.7,81,239 પશુને તંત્ર દ્વારા રસી અપાઈ ચુકી છે.

હાથીદરામાં ગૌ માતા રોગ નિવારણ યજ્ઞ યોજાશે
હિન્દૂ સંકૃતિના પ્રાણ સમાન ગૌમાતા ઉપર સંકટના વાદળ છવાયા છે લમ્પી વાયરસમાં હજારો ગાયો મૃત્યુ પામી છે જેને લઈ પાલનપુર જય ભવાની ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા હાથીદરા ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે રવિવારે ગૌમાતા રોગ નિવારણ યજ્ઞ યોજાશે તેમ ગૌસેવક ભરતભાઈ લીંબાચીયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...