વ્યવસ્થા:ચૂંટણીમાં રોકાયેલા 21,387 કર્મીઓ બેલેટથી મતદાન કરશે

પાલનપુર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 26 અને 27 નવેમ્બરના રોજ મતદાન

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી આગામી તા. 5 મી ડિસેમ્બરના રોજ યોજાનાર છે. આ ચૂંટણી અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણી ફરજમાં રોકાયેલા 21,387 અધિકારીઓ અને કર્મચારીઓ વિવિધ ફેસિલિટેશન સેન્ટરો પર તા.26 અને 27 નવેમ્બરના રોજ મતદાન કરશે.

મતદાન સ્ટાફમાં પ્રિસાઇડીંગ ઓફિસર, પોલિંગ ઓફિસર અને મહિલા પોલિંગ ઓફિસર મળી 13,847, સર્વિસ વોટર-2101 અને 5439 પોલીસ સ્ટાફ સહિત 21,387 કર્મચારીઓ બેલેટ પેપરથી મતદાન કરશે. જેમાં વાવ વિધાનસભા મતવિસ્તાર માટે ગવર્મેન્ટ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વાવ, થરાદ બેઠક માટે ગવર્મેન્ટ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ થરાદ, ધાનેરા બેઠક માટે કે.આર.આંજણા કોલેજ ધાનેરા, દાંતા બેઠક માટે આદર્શ નિવાસી સ્કૂલ, દાંતા- અંબાજી હાઇવે, દાંતા, વડગામ બેઠક માટે શ્રી સરસ્વતી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ગોળા રોડ, સર્કિટ હાઉસની સામે વડગામ, પાલનપુર બેઠક માટે એ-001, એડમીશન રૂમ, ગ્રાઉન્ડ ફ્લોર, નવું બિલ્ડીંગ, ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઇ.ટી.આઇ.) પાલનપુર, ડીસા બેઠક માટે સર ચાર્લ્સ વોટસન હાઇસ્કૂલ (એસ.સી.ડબલ્યુ) ડીસા, દિયોદર માટે વી. કે. વાઘેલા હાઇસ્કૂલ, દિયોદર અને કાંકરેજ વિધાનસભા મતદાર વિસ્તાર માટે મોડેલ સ્કૂલ રતનપુર(શિહોરી) ખાતે ઉભા કરવામાં આવેલ ફેસિલિટેશન સેન્ટર પર નિયત કરવામાં આવેલ કર્મચારીઓ બેલેટથી મતદાન કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...